________________
૨૨૦
જિનેન્દ્ર ભકત્યા જિન ભક્તિ ભાજ, યેષાં ચ પૂજાબલિ
પુષ્પ ધૂપાનું | પ્રહાગતાયે પ્રતિકુળતાં ચ, તેષાનુંકૂલા વરદા ભવન્ત llll
શ્રી પદ્માવતી આરાધના પ્રારંભ. હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે, જાણ પણું જુગતે ભલું, ઈણ વેળા આવે. ૧. તે મુજ મિચ્છામિ દુક્કડં અરિહંતની સાખે, જે મેં જીવ વિરાધીયા, ચઉરાશી લાખ. તે મુજ૦ ૨ સાથ લાખ પૃથિવી તણા, સાતે અપકાય સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય, તેમુજ૦ ૩ દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદય સાધારણ, બિતિ ચઉરિંદ્રિ જીવના, બે બે લાખ વિચાર. તે મુજ) ૪. દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી, ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે મુજ૦ ૫ ઈહભવ પરભવે સેવિયાં, જે પાપ અઢાર, ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરું, દુર્ગતિના દાતાર. તે મુજ) ૬. હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ, દોષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તે મુજ૦૭પરિગ્રહ મેલ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ, માન માયા લોભ મેં કીયા, વળી રાગ-દ્વેષ. તે૦૯ કલહ કરી જીવ દૂહવ્યા, દીધા કૂડા કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક. તેo ૯ ચીડી કીધી ચોતરે, કીધો થાપણ મોસો, કુગુરૂ કુદેવ કુધર્મનો, ભલો આણ્યો ભરોસો. તેo ૧૦ખાટકીને ભવે મેંકીયા, જીવ નાનાવિધ ઘાત, ચડીમાર ભવે ચરકલાં માર્યાદિન રાત તે) ૧૧ કાજી મુલ્લાંને ભવે, પઢી મંત્ર કઠોર, જીવ અનેક ઝબ્બે કીયા, પાપ અઘોર. તે૦૧૨ માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ, ધીવર ભીલ