________________
૨૧૩
પછીની આંગળીને ટચલી આંગળી કહેવાય છે.
૨ માત્ર મોક્ષ મેળવવાની ઇચ્છાથી ગણવી હોય તો અંગુઠાથી ગણવી અને વસ્ત્રની માળા સફેદ રાખવી.
૩ લક્ષ્મી માટે પીળી અને બુદ્ધિ માટેની લીલી વાપરવી. શાન્તિ માટે જાપ મધ્ય રાત્રીએ, પૌષ્ટિક માટે પ્રભાત અને આકર્ષણ માટે સૂર્યોદય પછી ૩ કલાક પછી ગણવો.
શાસ્ત્ર આધારે નવે ગ્રહોનો સચોટ ઇલાજ.
સૂર્યપૂજા અને તેનો વિધિ
મંત્રઃ-પદ્મપ્રભ જિનેન્દ્રસ્ય. નામોચ્ચારેણ ભાસ્કર; શાન્તિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ, રક્ષાં કુરૂ જય શ્રિયમ્ ॥૧॥ વિધિઃ-શ્રી પદ્મપ્રભસ્વામીની પૂજા કરી લાલ ફૂલ ચડાવવું. કંકુ મિશ્રિત ચોખાનો સાથિયો કરવો. ઘઉંનો લાડવો સાથિયા પર મુકવો ‘ૐ હ્રીં નમો સિદ્ધાણં’ આ પદનો લાલ માળાથી હંમેશા પ્રભાતે જાપ કરવો. કુલ એકવીશ દિવસમાં સાડા બાર હજાર જાપ કરવા. માણેકની વીંટી પહેરવી.
ચંદ્ર પૂજા અને તેનો વિધિ.
મંત્રઃ-ચંદ્રપ્રભ જિનેન્દ્રસ્ય, નાના તારા ગણાધિપ, પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષાં કુરુ જય શ્રિયમ્ ॥૨॥
વિધિઃ-શ્રી ચંદ્રપ્રભસ્વામીની પૂજા કરી સફેદ ફૂલ ચડાવવું અને ‘ૐ હ્રીઁ નમો આયરિયાણં’ આ પદનો સફેદ માળાથી પ્રભાતમાં જાપ