________________
૨૧૨
૧૭ અર્હદબિંબનું દર્શન ક૨વા શુદ્ધાત્મા સાતમે ભવે અવશ્ય પરમાનંદ સ્થાન-જે-મોક્ષ જેવી સંપત્તિને પામે છે.
ઋષિમંડલ સ્તોત્ર અંગે વિચારણા.
ઋષિમંડલનો અર્થ. ઋષિ એટલે ૨૪ તીર્થંકરો અને મંડલ એટલે તેની સ્થાપના એટલે તેનો ભેગો અર્થ ૨૪ તીર્થંકરોની વિશિષ્ટ રીતે સ્થાપના તેનું નામ ઋષિમંડલ.
સામાન્ય રીતે ન્યાસનું વિધાન શરૂમાં જે કરવાનું હોય છે. પરંતુ એ વિધાન સ્તોત્રમાં છે. અને પાછું થોડા શ્લોકો બાદ વચ્ચે પણ મૂકેલ
છે.
શ્રેષ્ટ વાર અને શુભ નક્ષત્રના યોગમાં સંપૂર્ણ વિધિ જાળવી, શ્રદ્ધા અને ઉત્સાહ પૂર્વક યંત્ર લખાવવો જોઇએ. પરંતુ સામાન્ય રીતે આ બનવું મુશ્કેલ છે. એટલે સુવર્ણકાર શુદ્ધ કપડાં પહેરી ધૂપ રાખી, શુભ સમયે પૂર્ણ કરે તે વધુ ઈષ્ટ ગણાય.
મનને શુદ્ધ બનાવવું હોય તો ચોવીસ તીર્થંકર ભગવંતો તથા અરિહંતાદિ નવપદ પ્રધાન અવા ૠષિમંડલ સ્તોત્રનો પાઠ તેનો મૂલ મંત્ર અને યંત્રની આરાધના સારી રીતે કરવી.
વળી આની ઉપાસના કરનારને દૂર્જન મનુષ્યો, દુષ્ટ દેવ દેવીઓ, ગ્રહો વિગેરેના ઉપદ્રવો નડતા નથી. તેમજ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે.
ઋષિમંડલ સ્તોત્ર ગણવાની રીત.
અંગુઠાની બાજુની આંગળીને તર્જની, તે પછીની આંગળીને મધ્યમાં તે પછીની આંગળીને અનામિકા કે જેનાથી પૂજા થાય છે. તે