________________
૨૧૧
સેવવું નહિ.
८ જાપ કરતાં માળા પોતાના વસ્ત્રને ન અડકે તેમજ માળા નાભીના ઉપરના ભાગે રહે તે રીતે રાખીને ગણવી. તેમાં મેરૂ (મેર) તેનું ઉલ્લંઘન ન થાય તેવી રીતે માળા ગણવી. માળા પુરી થાય એટલે બે હાથ જોડી નમસ્કાર કરવો
2
માળા પુરી થયે પ્રાર્થના કરી, પરમાત્મા તથા અધિષ્ટાયક દેવોનું સ્મરણ તથા નમસ્કાર નકરી, છેલ્લે સર્વ મંગલ બોલી જાપ પુરો કરવો.
૧૦ જાપ કરતાં પહેલેથી છેલ્લા સુધી ધૂપ દીપનો ઉપયોગ રાખવો. ૧૧ મુખ્ય વિધિએ જાપ કરતાં આયંબિલ તપ કરવાનું કહેલ છે, પરંતુ શક્તિ ન હોય તો એકાશનાદિક તપ કરી મૂલ મંત્રનો આઠ હજાર વાર જાપ અખંડ રીતે કરવાનો કહેલ છે.
૧૨ આ સ્તોત્રની આરાધના હંમેશાં નિયમિત સમયે જો થતી હોય તો શિઘ્ર વિશિષ્ટ ફલ આપવામાં તે સહાયક થશે.
૧૩ રવિપુષ્ય યોગ અને ગુરૂપુષ્પ યોગમાં આઠ હજાર જાપ, જેટલા દિવસમાં પુરા થાય તેટલા દિવસમાં પુરા કરવા. પરંતુ સુયોગ્ય દિને શરૂઆત થાય અને સુયોગ્ય દિને પૂર્ણાહુતિ થાય તો વધુ સારૂં ૧૪ બનતાં લગી આ સ્તોત્રનો મૂળમંત્ર પાઠ સવારમાં હંમેશાં ૧૦૮ વાર અખંડ જાપ ચાલુજ રાખવાનો હોય છે.
૧૫ જાપ કરનારે કોઈ પણ પ્રકારનો વ્યાધી પ્રગટ થતો નથી. અને આપત્તિઓ કદી આવતી નથી.
૧૬ વિધિ અને ભાવશુદ્ધિ જાળવીને અખંડ પણે હંમેશાં પ્રભાતમાંજ આઠ માસ સુધી આ સ્તોત્રના પાઠ કરે તો મહા તેજસ્વી એવા બિંબનાં દર્શન થાય છે.