________________
૨૧૦
શ્રેષ્ટ દિવસે શ્રેષ્ટ સમયે તેનો વિધિપૂર્વક પ્રારંભ કરવો. ૩ પ્રારંભ કરતાં તેનો જાપ આઠ હજાર કરવાનો હોય છે તે જાપ પૂરો ન થાય ત્યાં સુધી આયંબિવ તપ અવશ્ય કરવો જોઈએ. ૪. જ્યાં જાપ કરવાનો હોય તે ભૂમિ શુદ્ધ કરવી અને ત્યાં નાભીથી ઉંચા સ્વચ્છ બાજેઠ ઉપર લાલ યા સફેદ વસ્ત્ર પાથરી ત્રણ નવકાર ગણી તેના પર તાંબા કે ભુર્જપત્ર કે કાગળ પર તૈયાર કરેલો યંત્ર પધરાવવો. બોલતાં જે જે અંગે રક્ષા કરવાની હોય ત્યાં જમણા હાથથી રક્ષા કરી લેવા ચુકવું નહિ, તેમાં ન્યાસ વિધિ અનુસાર બોલવું. પછી ૨૪ તીર્થંકરનું ધ્યાન ધરી અષ્ટ પ્રકારી પૂજા કરવી. પછી ધરણેન્દ્રદેવ ભગવતી શ્રી પદ્માંવતીદેવી તથા વૈરોટયાદેવીનું સ્મરણ કરવું.
૫ પછી જે ઈચ્છાથી જાપ કરવાનો હોય તે ઈચ્છાનો યોગ્ય સંકલ્પ કરવો. યંત્રને જાપ કરવાના મુહુર્તમાં ઘણી બાબતો જોવાની હોય છે. તે જાણકારો પાસે જાણી લેવી. તેમાં મુખ્યત્વે દિન શુદ્ધિ, પંચાંગ શુદ્ધિ શ્રેષ્ટ નક્ષત્ર, સારો યોગ વિગેરે ખાસ જોવું. ઋષિમંડલ સ્તોત્રની ગાથા ૧૦મીમાં મૂળ મંત્ર છે. તે મંત્રનો જાપ કરતાં દાંત ને સ્પર્શ ન થાય, હોઠ ન ફફડે તેમજ જીભનું હલન ચલન ન થાય, તે રીતે જાપ ૧૦૮ વાર કરવો. એટલું અવશ્ય ધ્યાન રાખવું.
૭
જાપ કરતાં માળાનો ઉપયોગ કરવો, તેમાં જુદી જુદી જાતની માળા વાપરવાની હોય છે, તેમાં મુખ્યત્વે પીળાકે સફેદ રંગની વાપરવી યોગ્ય છે. તેમાં જે રંગની માળા હોય તેજ રંગનું આસન તેમજ તેજ રંગના વસ્ત્ર શક્ય હોય તો વાપરવાં. તેમાં કોઇપણ કુંવ્યસન