________________
૨૦૬
અર્થ-આયંબિલ આદિ તપ કરી, ૨૪ જિનેશ્વરોની પૂજા કરી, મનવાંછિત કાર્યની સિદ્ધિ માટે આ મંત્રના આઠ હજાર વાર જાપ કરવા.
૯૪
શત અષ્ટોત્તર પ્રાત-ર્યો, પઠન્તિ દિને દિને, તેષાં ન વ્યાધયો દેહે પ્રભવન્તિ ચ સંપદઃ ૯૫
અર્થ-જે મનુષ્ય શુદ્ધ મનથી સવારમાં ઉઠીને મન વચન કાયાની એકાગ્રતા પૂર્વક આ સ્તોત્રનો પાઠ કરી, મૂલ મંત્રને ૧૦૮ વાર જાપ કરે છે. તેના શરીરમાં કોઈ પણ રોગ પેદા થતો નથી, અને તેને સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. ૯૫
અષ્ટ માસાવર્ધાિ યાવતુ, પ્રાતઃ રૂત્થાય યઃ પઠેતુ,
સ્તોત્રમૈતન્મહાતેજ, સ્વર્ણ બિંબિસ પશ્યતિ. ૯૬ દિષ્ટ સત્યાહતે બિબે, ભવે સપ્તમકે ધ્રુવમ્; પદં પ્રાપ્નોતિ શુદ્ધાત્મા, પરમાનંદ નંદિતઃ ૯૭
અર્થ-મન વચન કાયાની શુદ્ધિ પૂર્વક એકાગ્રતાથી નિરંતર સવારમાં આઠ માસ સુધી આ ઋષિમંડલ સ્તોત્રનો પાઠ કરનાર મનુષ્ય અરિહંત ભગવાનનું મહાતેજસ્વી બિંબ જુએ છે. આ રીતે બિંબ દેખનાર મનુષ્ય! નિશ્ચયે સાતમે ભવે આનંદના સ્થાનરૂપ મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. ૯૬, ૯૭
વિશ્વ વંદ્યો ભવેદ ધ્યાતા, કલ્યાણાનિ ચ સોશ્રુતે; ગત્વા સ્થાન પર સોપિ, ભૂયતું નનિવર્તિતે. ૯૮