________________
૨૦૪
રાજ્ય ભ્રષ્ટા નિજં રાજ્ય, પદ ભ્રષ્ટા નિર્જ પદમ્; લક્ષ્મી ભ્રષ્ટા નિજ લક્ષ્મી, પ્રાપ્નું વન્તિ ન સંશયઃ ૮૭
અર્થઃ-રાજ્યથી ભ્રષ્ટ થયેલા રાજા પોતાના રાજ્યને અધિકાર સત્તાના સ્થાનથી ભ્રષ્ટ થયેલા પોતાના અધિકારને, ધનથી રહિત થયેલા પોતાના ધનને પાછું મેળવે છે, એમાં કોઇપણ જાતની શંકા કરવી નહિ.
૮૭
ભાર્યાર્થી લભતે ભાર્યાં,સુતાર્થીલભતે સુતં; વિદ્યાર્થી લભતે વિદ્યામ્, નરઃ સ્મરણ માત્રતઃ ૮૮
અર્થઃ-આ ઋષિમંડલ સ્તોત્રના સ્મરણ કરવાથી સ્ત્રીની ઈચ્છાવાળાને સ્ત્રી, પુત્રની ઈચ્છાવાળાને પુત્ર, અને ધનની ઈચ્છાવાળાને ધનની પ્રાપ્તિ થાય છે. ૮૮
સ્વર્ણે રોપ્યું પટે કાસ્ચે, લિખિત્વા વસ્તુપૂજયેત્; તસ્યેવાષ્ટ મહાસિદ્ધિ ગૃહે વસતિ શાશ્વતિ. ૮૯
અર્થ:-- :-આ ૠષિમંડલ સ્તોત્રના યંત્રને સોનાના, ચાંદીના, વસ્ત્રના અથવા કાંસાના પાત્રમાં લખીને જે મનુષ્ય પોતાના ઘરમાં પૂજા કરે છે, તેના ઘરમાં સદા આઠ મહા સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૮૯
ભૂર્જ પત્ર લિખિત્વેદ, ગલકે મૂર્છિ વા ભુજે; ધારિત સર્વદા દિવ્ય, સર્વ ભીતિ વિનાશકમ્ ૯૦