________________
૨૦૩
એતાસર્વા મહાદેવ્યો, વર્તતે યા જગત્સ્યે; મહ્યં સર્વાઃપ્રયચ્છંતુ, કાન્તિ લક્ષ્મીકૃતિમતિ. ૮૪
અર્થ:- હીં ૧ાઁ ૨ શ્રી ૩ કૃતિ ૪ લક્ષ્મી ૫ ગૌરી ૬ ચંડી ૭ સરસ્વતી ૮ જયા ૯ અંબા ૧૦ વિજયા. ૧૧ કિલન્ના ૧૨ જિતા ૧૩ નિત્યા ૧૪ મહદવા ૧૫ કામાંગા, ૧૬ કામબાણા ૧૭ સાનંદા ૧૮ નંદમાલિની ૧૯ માયા માયાવિની ૨૧ રૌદ્રી ૨૨ કલા ૨૩ કાલી ૨૪ કલિપ્રિયા આ સર્વે મોટી દેવી કે જેઓ ત્રણ જગતમાં વિદ્યમાન છે તે સર્વ દેવીઓ મને કાંતિ લક્ષ્મી ધૈર્ય અને બુદ્ધિ આપો. ૮૨, ૮૩, ૮૪,
દિવ્યો ગોપ્યઃ સુદુષ્પ્રાપ્યઃ, શ્રી ઋષિમંડલ સ્તવઃ, ભાષિત સ્તીર્થ નાથેન, જગત્ ત્રાણ કૃતે નધઃ ૮૫
અર્થઃ-આ શ્રી ઋષિમંડલ સ્તવ અત્યંત પ્રભાવવાળું છે. તેની પ્રાપ્તિ થવી બહુજ દુર્લભ છે. ત્રણ જગતની રક્ષા કરવા માટે પાપ રહિત એવું આ સ્તોત્ર તીર્થનાથ શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે, અને તેથી જ તે ગુપ્ત રાખવા યોગ્ય છે. ૮૫
રણે રાજકુલે વહ્નો, જલે દુર્ગે ગજે હરૌ, શ્મશાને વિપિને ઘોરે, સ્મૃતો રક્ષતિ માનવમ્ ૮૬
અર્થઃ-લડાઈમાં, રાજ્ય દ્વારમાં, અગ્નિમાં, પાણીમાં, કિલ્લામાં, હાથી, સિંહ, અને સ્મશાનમાં, ઉપદ્રવમાં, ઘોર જંગલમાં, સંકટ પ્રાપ્ત થાય, ત્યારે આ સ્તોત્ર-મંત્રનું સ્મરણ કરવાથી મનુષ્યનું રક્ષણ થાય છે.
૮૬