________________
૨૦૧
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચકસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિનસ્તુ સદૈવહિ. ૭૬ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોનું હંમેશા રક્ષણ કરો. ૭૬
શ્રી ગૌતમસ્ય યા મુદ્રા, તસ્યા યા ભુવિ લબ્ધયઃ; તાભિરભ્યધિકં જ્યોતિઃ, અર્હન્ સર્વ નિધીશ્વરઃ ૭૭
અર્થઃ-શ્રી ગૌતમસ્વામી ગણધર ભગવંતની જે મુદ્રા એટલે સ્વરૂપ છે. તે સ્વરૂપની જે લબ્ધિઓ આ પૃથ્વી પર છે, તે લબ્ધિઓથી પણ અધિક જ્યોતિ અરિહંત પરમાત્માની છે. તે સર્વ નિધિ એટલે વિદ્યાઓના તે ઇશ્વર છે. ૭૭
પાતાલ વાસિનો દેવા, ભૂપીઠ વાસિનઃ; સ્વર્વાસિનોપિ યે દેવાઃ, સર્વે રક્ષતુ મામિતઃ ૭૮
અર્થઃ-પાતાલમાં વસનારા ભુવનપતિ દેવો, પૃથ્વી પર વસનારા વ્યંતરાદિ દેવો, તથા સ્વર્ગમાં વસનારા વિમનવાસી સર્વ દેવો અહિં મારી રક્ષા કરો. ૭૮
યેડવધિ લબ્ધયો યે તુ, પરમાવધિ લબ્ધયઃ,
તે સર્વે મુનયો દિવ્યાઃ, માં સંરક્ષતુ સર્વતઃ ૭૯ અર્થઃ-જે મુનિઓ અવધિજ્ઞાનની લબ્ધિવાળા, પરમાવધિ જ્ઞાનની લબ્ધિવાળા, દિવ્ય લબ્ધિવાળા-ઉત્તમ છે. તે મુનીઓ મારી સર્વ તરફથી રક્ષા કરો. ૭૯