________________
૧૮૯
શીતલનાથને હું વંદન કરું છું ૨૭ શ્રેયાંસ વિમલ વંદે, નિંત શ્રીધર્મનાથકમુ, શાંતિ કુંથુમરાહત, નમિ વીરં નમામ્યહમ્. ૨૮
અર્થ: શ્રેયાંસનાથ, વિમલનાથ, અનંતનાથ, અને ધર્મનાથને હું વંદન કરું છું તથા શાન્તિનાથ, કુથુનાથ, અરનાથ, નમિનાથ અને મહાવીર સ્વામીને હું વંદન કરું છું. ૨૮
ષોડશીવંજિનાનેતાને ગાંગેય-શ્રુતિસંનિભા; ત્રિકાલનોમિસહ્મજ્યા, હર ક્ષરમધિષ્ઠિતાનું ૨૯
અર્થ એ પ્રમાણે સુવર્ણ સરખી કાન્તિવાળા પીત વર્ણવાળા તથા () અને (ર) એ બે અક્ષરમાં રહેલા (ઉપર કહેલા) સોળ તીર્થકરોને હું સદ્ભક્તિ પૂર્વક ત્રિકાળ વંદન કરું છું. ૨૯
ગતરાગ-દ્વેષ મોહા, સર્વપાપ વિવર્જિતા ; સર્વદા સર્વકાલેષ, તે ભવન્તુ જિનોત્તમાઃ. ૩૦
અર્થ-આતીર્થકર દેવો રાગદ્વેષ અને મોહથી રહિત છે. સર્વ પાપ કર્મોથી રહિત છે, તે તીર્થકરો સર્વ (લોક) કાળમાં સંપૂર્ણ મનવાંછિત સુખ આપનારા થાઓ. ૩૦
દેવદેવસ્ય ય, ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ પન્નગાઃ ૩૧
અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને સર્પની જાતિના જીવો પીડા ન કરો. ૩૧