________________
મહારાજ સાહેબનું પ્રાચીન ગ્રંથો વિ.માં જ્ઞાન ખૂબ જ સારું થઈ ગયું હતું. જેનો લાભ તેઓ વારંવાર અનેક જગ્યાએ આપતા હતા. અને હવે તેઓ ગુરુસેવા ઉપરાંત વધારે ધ્યાન સાધુ-સાધ્વીઓના વિહાર દરમ્યાન માંદગી-વૈયાવચ્ચ વગેરે ની વ્યવસ્થામાં આપવા લાગ્યા. "
આમ વર્ષો સુધી વિહાર કર્યા બાદ સંવત ૨૦૨૯-૩૦માં અમદાવાદમાં માદલપુર ગામ, એલિસબ્રીજ , ટાઉનહોલ પાસે સાધુસાધ્વીઓના વૈયાવચ્ચ ન પામી શકવાના તથા તેમની તબિયતના કારણે શાંતિપૂર્વક ધર્મ આરાધ્યન કરી શકે તે હેતુથી ઉપદેશ દ્વારા ગુરુજીએ શ્રી ભાનુપ્રભાસેનેટોરીયમ કરાવ્યું. જે આજે પણ અહીં પૂજ્ય સાધુ-સાધ્વીઓ દર્દના કારણે તંદુરસ્તી મેળવવા તેમજ શાંતિ મેળવવા આ મકાનનો ઉપયોગ કરે છે.
વખત જતાં તેઓ એ પણ સંઘની વિનંતી માન્ય રાખીને તેમજ ગુરજીની તબિયતને લીધે પણ સેનેટોરીયમમાં કાયમી લાભ લેવાનો રાખ્યો. અહીં રહીને તેમનો મુખ્ય હેતુ તો ગુરુજીની સેવા કરવાનો જ હતો. પણ એ સાથે તેમણે સેનીટોરીયમની પ્રવૃત્તિમાં ઘણો અગત્યનો ફાળો આપ્યો છે. આજે તો આ સેનીટોરીયમ દ્વારા જૈનોના દરેક ક્ષેત્રોમાં તથા દરેક કાર્યોમાં યથાશકિત ફાળો આપે છે. ઉપરાંત અહીંથી જૈન મહારાજ સાહેબો ઉપરાંત કોઈપણ જૈન ભાઈ બહેનને હોસ્પિટલમાં દાખલ કરાવવા હોય, આર્થિક મદદ મેળવવી હોય, કોઈ વિદ્યાર્થીને . મહાવીર જૈન વિદ્યાલયમાં એડમીશન લેવું હોય કે કોઈ છ'રી પાલીત સંઘને રસ્તામાં રસોડું વિ.નો લાભ લેવો હોય, ઉપરાંત રસ્તામાં સાધુઓના વૈયાવચ્ચ વિ. દરેકની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરોકત યોજનાનો લાભ કોઈપણ જૈન વ્યક્તિ શ્રી ભાનુપ્રભા જૈન સેનીટોરીયમ, માદલપુર, એલિસબ્રીજ,ટાઉનહોલ ખાતે થી મેળવી શકે છે. ગુરુજીના સંવત ૨૦૪૭માં કાળધર્મ પામ્યા બાદ માત્ર ૨ વર્ષના