________________
જીવનનું નવું નામ શ્રી સુબોધવિજયજી રાખવામાં આવ્યું.
આમ હવે સુબોધવિજયજી મહારાજ સાહેબ શ્રી ભાનુવિજયજી મહારાજસાહેબના શિષ્ય તરીકે તેમની સાથે ગુરુસેવામાં રહેવા લાગ્યા. અને લગભગગણમાસ બાદ વિહાર કરતાં કરતાં તેઓ શ્રી સુબોધવિજય મહારાજ સાહેબની વડી દીક્ષા અંગે આશીર્વાદ લેવા તેમના ગુરુજી શ્રી તિલકવિજયજી મહારાજ સાહેબની આશા લઈ શેત્રુંજય પધાર્યા. ત્યાં દાદાની જાત્રા કરી અમદાવાદ ડહેલાના ઉપાશ્રયે પ.પૂ. આચાર્યદેવ શ્રી દેવવિજય હર્ષસુરીશ્વરજી મહારાજ પાસે સંવત ૧૯૯૪ ના વૈશાખ વદ ૧૦ ના રોજ મુનિશ્રી સુબોધવિજયજી મહારાજની વડી દીક્ષા થઈ.
મુળ જૈન ધર્મના ઈતિહાસમાં અતિશય રસ વૃત્તિ ધરાવતા શ્રીસુબોધવિજયજી મહારાજ સાહેબને વારંવાર અનેક ગુરુજીઓના સંપર્કમાં આવતા તેમજ અનેક સંદર્ભ ગ્રંથોનું સેવન કરવાથી તેમના જ્ઞાનમાં ધણો વધારો થયો. સાથે સાથે તેમના ગુરુજી ની લગભગ લગોલગ રહીને તેઓએ વિહાર તેમજ ચોમાસા દરમ્યાન ઉત્તરાધ્યયનસૂત્રતથા આચારાંગસૂત્રો જોગ વહન કર્યા. એ પછીના વર્ષોમાં કલ્પસૂત્રના,નંદિસૂત્રોના,જીવવિચાર, નવતત્વ, લઘુસંઘાણી, તથા ક્ષેત્રસમાજ, તત્વાર્થસૂત્ર, કર્મગ્રંથ વિ. વિકટ સૂત્રોનો શાસ્ત્રીય રીતે અભ્યાસ કર્યો. આ ઉપરાંત તેમણે ગુરુજી ની સાથેજ સંસ્કૃતમાં પણ માર્ગોપદેશીકા તથા મંદિરાપ્રવેશીકા ભાગ -૨, સિધ્ધાંત ચંદ્રીકા - વ્યાકરણ - છંદો તેમજ કાવ્યો ઉપરાંત રઘુવંશ આદી પાંચ મહાકાવ્યોનું અધ્યયન કર્યું.આમને આમ શ્રી સુબોઘવિજયજી નું જ્ઞાન ઘણું વધી ગયું. ત્યારબાદ તેમણે ૪૫ આગમોના જોગ પણ કરાવ્યા જેના કારણે સંવત ૨૦૧૦ માગસર સુદ બીજના દિવસે તેમણે ગણી પદ પ્રાપ્ત કર્યું અને માગસર સુદ ત્રીજના દિવસે તેમણે પન્યાસપદ પ્રાપ્ત કર્યું. હવે