________________
ટૂંકાગાળામાં જ સંવત ૨૦૪૯ને વૈશાખ વદ ૪ને રવિવારે મહારાજ સાહેબે ગુરુમંદિરનું નિર્માણ કરાવ્યું. - આ ઉપરાંત શ્રી સુબોધવિજયજી મહારાજ સાહેબે તેમનો જ્ઞાનભંડાર પણ ખુલ્લો મુકેલ છે. તેમની પાસે અતિપ્રાચિન હસ્તલિખિત ગ્રંથોનો સમુહ છે તેમજ તેટલું જ તેમનું પોતાનું સંશોધન તેમજ જ્ઞાન છે જેનો લાભ આજસુધી અનેક સાધુ મહારાજ તથા મેસર્સ સારાભાઈ મણીલાલ નવાબ જેવા અનેક પ્રકાશકો ગુજરાતભરમાં થી તેમની સલાહ સ્વીકારે છે. તેમના સંશોધનના પરિણામરૂપ તેઓએ ગૌત્તમસ્વામી મહાપૂજન પર ઘણું સારું અને ઊંડું સંશોધન કરી “શ્રી ગૌત્તમસ્વામી મહાપૂજન” નામનું પુસ્તક તૈયાર કર્યું છે. જેનું વિમોચન વિ.સં. ૨૦૫૧માં કરવામાં આવ્યું. ઘણી વાર સંદેશમાં કટારલેખક શ્રી ઘીરેન્દ્રજાની પણ તેમના અંગે તથા તેમની સલાહ મુજબ લેખો લખે છે. તેમને પોતે પણ અનેક ચોપડી ઉપદેશથી છપાવડાવી છે જેમાંની એક આ ભક્તામર સ્ત્રોત છે. અને તેની સાતમી આવૃત્તિ તેની સફળતાની નિશાની છે. આ પુસ્તકમાં તેમના પ્રાચીન હસ્તલિખીત પ્રતોમાં ની એક ફુલગુંથણી નો સમાવેશ કરેલ છે. આમ મહારાજ સાહેબ વિશે ઘણું લખવાનું હજું બાકી રહી જાય છે જે સ્થળ સંકોચને કારણે ફરી કોઈ વાર વિસ્તારથી લખીશું.
હાલમાં ૮૨ વર્ષની જૈફવયે પણ બિસ્કુલ સારી તંદુરસ્તી ધરાવતા આ પૂજ્ય મહારાજસાહેબ તેમના સંશોધન કાર્ય તેમજ સેનેટોરીયમની પ્રવૃત્તિમાં એટલા જ વ્યસ્ત છે. આશા છે આજ રીતે પૂ. પન્યાસ શ્રી સુબોધવિજયજી મહારાજ સાહેબ તેમના જ્ઞાન અને અનુભવોનું સિંચન આપણામાં હરહંમેશ કરતા રહે એજ અભ્યર્થના...'
પ્રકાશક