________________
૧૩૩
મંત્ર ફળ્યો તત્કાલ; ફણીધર ફીટીને, પ્રગટ થઇ ફુલમાળ; શિવકુમારે જોગી, સોવન પુરિસો કીધ, એમ એણે મંત્રે, કાજ ઘણાનાં સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વી૨ જિણેસર ભાખ્યો, આરાધના કેરો, વિધી જેણે ચિત્ત માંહિ રાખ્યો; તેણે પાપ પખાળી, ભવ ભય દૂરે નાખ્યો જિન વિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખ્યો. ૮
ઢાળ ૮ મી
(નમો ભવિ ભાવશું એ-એદેશી)
સિદ્ધારથ રાય કુળ તિલોએ, ત્રિશલા માત મલ્હાર તો; અવનિ તળે તમે અવતર્યા એ, કરવા અમ ઉપગાર. જયો જિન વીરજીએ. ૧ મેં અપરાધ કર્યા ઘણા એ, કહેતાં ન લહુ પાર તો; તુમ ચરણે આવ્યા ભણીએ, જો તારે તો તારતો. જ્યો૦ ૨ આશ કરીને આવીયો એ, તુમ ચરણે મહારાજ તો, આવ્યાને ઉવેખશોએ, તો કેમ રહેશે લાજતો. જયો૦ ૨ કરમ અલુજણ આકરાં એ, જન્મ મરણ જંજાળ તો; હું છું એહથી ઉભગ્યો એ, છોડાય દેવ દયાલતો. જ્યો૦ ૪ આજ મનોરથ મુજ ફળ્યા એ, નાઠા દુઃખ દંદોલ તો; તુછ્યો જિન ચોવીશમો એ, પ્રટયા પુન્ય કલ્લોલતો. જ્યો૦ ભવે ભવે વિનય તુમારડો એ, ભાવ ભક્તિ તુમ પાય તો; દેવ દયા કરી દીજીએ એ, બોધિ બીજ સુપસાયતો. જયો૦ ૬