________________
૧૩૨
પડિક્કમણાં સુપર કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવજણાયને, દીધાં બહુ માન. ધન૦૪ ધર્મ કાજ અનુમોદિએ, એમ વારોવાર; શિવગતિ આરાધન તણો, એસાતમો અધિકાર ધન૦૫ભાવભલો મન આણીએ, ' ચિત્ત આણી ઠામ,સમતા ભાવે ભાવિએ,એ આતમરામ. ધન૦૬ સુખ દુઃખકારણ જીવને, કોઈ અવર ન હોય,કર્મ આપ જે આચર્યા, ભોગવીએ સોય. ધન૦૭સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુન્યનું કામ, છાર ઉપર તે લીપણું ઝાંખરચિત્રામ. ધનO૮ભાવ ભલી પરે ભાવીએ, એધર્મનો સાર; શિવગતિ આરાધન તણો, એ આઠમો અધિકાર ધન૦૯
સાળ હમી. (રેવતગિરિ આ, પ્રભુના ત્રણ કલ્યાણક એ દેશી)
હવે અવસર જાણી, કરી સંલેખન સાર; અણસણ આદરીએ, પચ્ચકખી ચારે આહાર, લલુતા સવિમૂકી, છાંડી મમતા અંગ, એઆતમ ખેલે, સમતા જ્ઞાનતરંગ. ૧ ગતિ ચારેકીધાં, બહાર અનંત નિઃશંક; પણ તૃતિન પામ્યો, જીવ લાલચીયો રંક, દુલહો એ વળી વળી, અણસણનો પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ, ૨ ધન ધના શાલિભદ્ર, બંધો મેઘકુમાર; અણસણ આરાધી, પામ્યા ભવનો પાર, શિવમંદિર જાશે, કરી એક અવતાર; આરાધન કેરો, એનવમો અધિકાર. ૩ દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકો, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર, સુપરે એ સમરો, ચૌદ પુરવનો સાર.૪જનમાંતર જાતાં, જો પામે નવકાર; તો પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરીખો, મંત્ર ન કોઇ સાર; આ ભવને પરભવ, સુખ સંપત્તિ દાતાર ૫. જુઓ ભીલ ભીલડી, રાજા રાણી થાય, નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય, રાણી રત્નાવતી બહુ પામ્યા છે સુરભોગ, એક ભવ પછી લેશે, શિવવધુ સંજોગ, ૬ શ્રીમતીને એ વળી,