________________
૧૩૪
કળશ
ઇહ તરણ તારણ, સુગતિ કારણ, દુઃખ નિવારણ, જગ જયો; શ્રી વીર જિનવ૨ ચરણ થુણતાં, અધિક મન ઉલટ થયો. ૧ શ્રી વિજયદેવસૂરીદેવ પટધર, તીરથ જંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, શ્રી કીર્તિવિજય સુરગુરૂ સમો; તસ શિષ્ય વાચક વિનય વિજય, થુણ્યો જિન ચોવીશમો. ૩ સયસત્તર સંવત ઓગણ ત્રીશે, રહી રાંદેર ચોમાસએ; વિજય દશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ. ૪ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચીયું, નામે પુન્ય પ્રકાશ એ. ૫
પુન્ય પ્રકાશનું સ્તવન સમાપ્ત.
શ્રી આત્મરક્ષા નવકાર મન્ત્ર. ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારું નવપદાત્મક, આત્મરક્ષાકર વજ્ર-પંજરાય સ્મરામ્યહં. ॥ ૧॥ ૐ નમો અરિહંતાણં, શિરસ્યું શિરસિ સ્થિત, ૐ નમો સવ્વ સિદ્ધાણં, મુખે મુખપટાંવરમ્ ॥ ૨ ॥ ૐ નમો આયરિયાણં, અંગ રક્ષાતિ શાયિની । ૐ નમો ઉવજઝાયાણં, આયુË હસ્તયોર્ક ॥ ૩ ॥ ૐ નમો લોએ સવ્વસાહૂણં, મોચકે પાદયોઃ શુભે એસો પંચ નમુક્કારો, શિલાવજમયી તલે ॥ ૪ ॥
: