________________
૧૨૯
લાગરાએ, ૩ તાપણ સેકણ કાજ, વસ્ત્ર નિખારણ, રંગણ રાંધણ રસવતીએ; એણી પ૨ે કર્માદાન, પર પરે કેળવી, તેઉ વાઉ વિરાધીયાએ. ૪ વાડી વન આરામ, વાવી વનસ્પતિ પાન ફળ ફુલ ચુંટીયાએ; પોંક પાપડી શાક, શેક્યાં સુકવ્યાં, છેદ્યાં છુંધાં આથીયાંએ. પ અળશીને એરંડ, ઘાણી ઘાલીને ઘણા તિલાદિક પીલીયાએ, ઘાલી કોલું માંહે, પીલી સેલડી, કંદમુળ ફળ વેચીયાંએ, ૬ એમ એકેંદ્રિય જીવ, હણ્યા હણાવીયા, હણતાં જે અનુમોદિયાએ, આ ભવ પરભવ જેહ, વલીય,ભવોભવ તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ૭ કૃમી કરમીયા કીડા, ગાડર ગંડોલા, ઇયલ પોરા અલશીયાએ; વાળા જળો ચુડેલ, વિચલિત રસ તણા, વળી અથાણાં પ્રમુખનાંએ. ૮ એમ બેઇંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિદુક્કડં એ. ૯ ઉધેહી જુ લીખ, માંકડમંકોડા ચાંચડ કીડી કંછુઆએ. ૧૦ ગધ્ધહિઆ ઘીમેલ, કાનખજુ રડા, ગીંગોડા ધનેરીયાએ, એમ તેઈદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડંએ. ૧૧ માખી મચ્છર ડાંસ, મસા પતંગીયા, કંસારી કોલિયાવડાએ; ઢીંકણવિંછુ તીડ, ભમરા ભમરીઓ, કોતાં બગ ખડમાંકડીએ એમ ચૌરિંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૨ જળમાં નાખી જાળ, જળચર દુહાવ્યા, વનમાં મૃગ સંતાપીયાએ, પીડયાં પંખી જીવ, પાડી પાસમાં પોપટ ઘાલ્યાં પાંજરે એ; એમ પંચદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડંએ.
૧૩
ઢાળ ત્રીજી (વાણી સુણી હિતકારીજી-એ દેશી)
ક્રોધ લોભ ભય હાસ્યથીજી, બોલ્યાં વચન અસત્ય; ફૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહબ અદત્તરે જિનજી, મિચ્છા મિ દુક્કડં આજ, તુમ સાખે મહારાજરે, જિનજી, દેઈ સારૂં કાજરે, જિનજી મિચ્છામિ દુક્કડં આજ. ૨ દેવ મનુષ્ય તિર્યંચનાજી, મૈથુન સેવ્યાં જેહ, વિષયારસ