________________
૧૨૪
એવી જિન્દ્ર થઈ જે વિભુતિ તમો ને, ધર્મોપદેશ સમયે નહિ તે બીજાને, જેવી પ્રભા તિમિર હારી રવિ તણી છે, તેવા પ્રકાશિત ગ્રહોની કદી બની છે? ૩ણા વહેતા મદે મલિન ચંચળ શિર તેવો; ગુંજારવે ભ્રમરના બહુ ક્રોધી એવો, ઐરાવતે તુલિત ઉદ્ધત હાથી સામે, આવેલ જોઈ તુમ આશ્રિત ભો ન પામે ! ૩૮ ભેદી ગજેન્દ્ર શિર શ્વેત રૂધિરવાળા, મોતી સમૂહ થકી ભૂમિ દિપાવી એવા; દોડેલ સિંહ તણી દોટ વિષે પડે છે, ના તુજ પાદ ગિરિ આશ્રયથી મરે તે. ૩૯ જે જોરમાં પ્રલયના પવને થયેલો, ઓઢા ઉઠે બહુજ અગ્નિ વને ધકેલો; સંહારશે જગત સન્મુખ તેમ આવે, તે તુજ કિર્તન રૂપી જળ શાત પાડે. ૪ol જે રક્ત ને પિક કંઠ સમાન કાળો, ઉંચીફણે સરય સન્મુખ આવનારો; તેને નિઃશંકજન તેહ ઉલંઘી ચાલે, – નામ નાગ દમની દિલ જેહ ધારે. ૪૧