________________
૧૨૩
ગંભીર ઉંચ સ્વરથી પુરીછે દિશાઓ, ત્રલોકને સરસ સંપદ આપનાર, સદ્ધર્મરાજ જયને કથનાર ખુલ્લો, વાગે છે દુંદુભી નમે યશવાદી તારો. ૩રા મંદાર સુંદર નમેરૂ સુ પારી જાત, સંતાનકાદિ ફુલનો બહુ વૃષ્ટિ પાત, ગંધાદ કે સરસ મંદજ વાયુ લાવે, કે દિવ્ય વાણી તુજ રવર્ગ થકીજ આવે. ૩૩ શોભે વિભો પ્રસરતી તુજકાન્તિ ભારે, ત્રલોકના ઘુતિ સમૂહની કાન્તિ હારે, તે ઉગતા રવિ સમી બહુધા સદાયે, રાત્રિ જિતે તદપિ ચંદ્ર સમાન રીતે, ૩૪ો. જે સ્વર્ગ મોક્ષ શુભ માર્ગ જ શોધી આપે, સદ્ધર્મ તત્ત્વ કથવે પટુ ત્રણ લોકે, દિવ્ય દધ્વની તુજ થતો વિશદાર્થ સર્વ, ભાષા સ્વભાવ પરિણામ ગણેથી યુક્ત. ૩પા ખીલેલ હેમ કમળો સમ કાન્તિ વાળા, ફેલે રહેલ નખ તેજ થકી રૂપાળા, એવા જિનેન્દ્ર તુજ પાદ ડગો ભરે છે ! ત્યાં કલ્પના કમળની વિબુધો કરે છે સદા