________________
-
૧૨૨
આશ્ચર્ય શું ગુણજ સર્વ કદિ મુનીશ ! તા રોજ આશ્રય કરી વસતા હંમેશ! ગર્વિષ્ટ આશ્રય વિવિધ થકી થયેલા, દોષ કદી ન તમને સ્વપ્ન દીઠેલા. રા. ઉંચા આશોક તરૂ આશ્રિત કિર્ણ ઉંચ, અત્યંત નિર્મળ દિસે પ્રભુ આપ રૂપ, તે જેમ મેઘ સમિપે રહી સૂર્ય બિંબ, શોભે પ્રસારી કિરણે હણીને તિમિર. //ર૮ : સિંહાસને મણિ તથા કિરણે વિચિત્ર, શોભે સુવર્ણ સમ આપ શરીર ગૌર, તે સૂર્ય બિંબ ઉદયાચળ શિર ટોચે, આકાશમાં કિરણ જેમ પ્રસારી શોભે. રા. ધોળા ઢળે ચામર કંદ સમાન એવું, શોભે સુવર્ણ સમ રમ્ય શરીર તારું, તે ઉગતા શશિ સમા જળ ઝર્ણ ધારે, મેરૂ તણા કનકના શિર પેઠ શોભે. ૩ol ઢાંકે પ્રકાશ રવિનો શશિ તુલ્ય રમ્ય, મોતી સમૂહ રચનાથી દિપાયમાન ! એવા પ્રભુજી તમને ત્રણ છત્ર શોભે, ત્રલોકનું અધિપતિપણું તે જણાવે? ૩૧