________________
૧૨૫
નાચે તુરંગ ગજ શબ્દ કરે મહાન, એવું રણે નૃપતિનું બલવાન સૈન્ય; ભેદાય છે તિમિર જેમ રવિ કરેથી; છેદાય શિઘ્ર ત્યમ ને તુજ કિર્તાનેથી. ॥૪૨॥ બર્કી થકી હણિત હસ્તિ રૂધિર વહે છે, યોદ્ધા પ્રવાહ થકી આતુર જ્યાં તરે છે; એવા યુદ્ધે અજિત શત્રુ જિતે જનો તે, ત્વત્પાદ પંકજ રૂપિ વન શર્ણ લે જે. ૫૪૩મા જયા ઉછળે મગર મચ્છ તરંગ ઝાઝા, ને વાડવાગ્નિ ભયકારી થકી ભરેલા; એવાજ સાગર વિષે સ્થિત નાવ જે છે, તે નિર્ભય તુજ તણા સ્મરણે તરે છે. ૫૪૪॥ જે છે નમ્યા ભયદ રોગ જળો દરેથી, પમ્યા દશા દુઃખદ આસન દેહ તેથી; ત્વત્પાદ પદ્મ રજ અમૃત નિજ દેહે, ચોળે બને મનુજ કામ સમાન રૂપે. ॥૪॥ બેડી જડી પગથી છેક ગળા સુધીની, તેની ઝીણી અણીથી જાગં ઘસાય જેની, એવા અહોનિશ જપે તુજ નામ મંત્ર, તો તેજનો તુરત થાય રહિત બંધ. ॥૪૬ા