________________
૧૨૦
ઘેરી શકે કદિ ન રાહુ ન અસ્ત થાય ! સાથે પ્રકાશ ત્રણ લોક વિષે કરાય ! તું હે મુનીંદ્ર ! નહિ મેઘ વડે છવાય ! લોકે પ્રભાવ રવિથી અદકો ગણાય! I૧૭ મોહાંધકાર દળનાર સદા પ્રકાશી ! * રાહુ મુખે ગ્રસિત ના નહિ મેઘરાશી ! શોભે તમારૂં મુખ પદ્મ અપાર રૂપે ! જેવો અપૂર્વ શશિ લોક વિષે પ્રકાશે! ૧૮ શું રાત્રિમાં શશિ થકી દિવસે રવિથી ! અંધારું તુજ મુખચંદ્ર હરે પછીથી ! શાલિ સુશોભિત રહી નિપજી ધરામાં ! શી મેઘની ગજર હોયજ આભલામાં!I૧લા શોભે પ્રકાશ કરી જ્ઞાન ત મો વિષે જે, તેવું નહીં હરિહરાદિકના વિષે તે રત્નો વિષે સ્કુરિત તેજ મહત્વ ભાસે તે વું ન કાચ કટકે ઉજળે જણાશે. ર૦ માનું રૂડું હરિહરાદિકને દીઠા તે ! દીઠે છતે હદય આપ વિષે ઠરે છે; જોવા થકી જગતમાં પ્રભુનો પ્રકાશ ! જન્માન્તરે ન હરશે મન કોઈ નાથ! ર૧