________________
મ.સા.ના શિષ્ય તરીકે જાહેર કર્યા. આસો માસમાં વડી દીક્ષાના જોગ કરાવી, સં. 1988 ના કા.વ.2 ના દિને વડી દીક્ષા આપી.
દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ વિનયવિવેકસહ વિદ્યાભ્યાસ વધાર્યો. ગુરુદેવ સાથે કપડવંજ, અમદાવાદ, વઢવાણ, લુણાવડા આદિ સ્થળોએ ચાતુર્માસ કર્યા. સં. 1995 નું લુણાવડાનું ચોમાસુ પૂ.પં. શ્રી શાંતિવિજયજી મ.સા. અને પ.પૂ. શ્રી તિલકવિજયજી મ.સા. ની નિશ્રામાં કર્યું. આ ચોમાસા દરમ્યાન કલ્પસૂત્રના, નંદીસૂત્રના, અનુયોગદ્વારના અને દશ પયનાસૂત્રના જોગ કર્યા. સ 1996 ના અમદાવાદના ચોમાસા દરમ્યાન પૂ.પં. શ્રી શાંતિવિજયજી મ.સા. તેઓશ્રીને મહાનિશીધસૂત્રના જોગ કરાવ્યા. સં.1997 નાસિપોર ગામના ચાતુર્માસ વખતેદાદાગુરુ શ્રી દાનવિજયજી મ. ની નિશ્રામાં સૂયગડાંગસૂત્ર, ઠાણાંગસૂત્ર, તથા સમવાયાંગસૂત્રના જોગ કર્યા. પૂજ્યશ્રીને સં. 1999 ના કા.વ. ૨ કપડવંજ મુકામે ગણિપદ આપવામાં આવ્યું. અને વિ.સં. 11 ના દિવસે અમદાવાદડહેલાના ઉપાશ્રયે પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.
ત્યારબાદ પૂ. પંન્યાસજીએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધર્મપ્રભાવના કરતા કરતા સુરત, સુરતથી મારવાડ અને મારવાડથી સૌરાષ્ટ્રના પ્રદેશોમાં વિહાર કરતા રહ્યા. સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, પાલિતાણા આદિ સ્થળોએ વિહાર કર્યો. અનેક સ્થળોએ ઉપધાન તપાદિ આરાધના અને ઉદ્યાપનના મહોત્સવો ઉજવાયા. અનેક ભવ્યાત્માઓએ પ્રવજ્યા અંગીકાર કરી. અનેક ભાવિકો સાથે ગિરનાર, પાલિતાણા, તારંગા આદિ તાર્થરાજોના છરી પાલિત સંઘો કાઢવામાં આવ્યા. ગુજરાતમા પણ અમદાવાદ, ખેડા, સુરત આદિ નગરોમાં વિસ્તારમાં વિહાર કરીને પૂજ્યશ્રીએ ધર્મપ્રભાવનાના અનેક કાર્યો કર્યા. સં.2028માં અમદાવાદ શ્રી વીરવિજયજી મ. ના ઉપાશ્રયે પધાર્યા ત્યારે શ્રીસંઘની વારંવારની વિનંતીને માન આપી, દ્વિતીય વૈ. સુ. ને દિવસે પૂ.પં શ્રી કીર્તિમુનિ મ. ના વરદ્ હસ્તે આચાર્યપદથી અલંકૃત બની આચાર્યભાનુચંદ્રસૂરિશ્વરજી મ. સા. તરીકે જાહેર થયા. *