________________
જી
તેઓશ્રી આર્ધી સદી ઉપરાંતના દીર્ઘ દીક્ષાપર્યાય દરમ્યાન અનેકાનેક ધર્મકાર્યો કરતા રહ્યા છે. સં. 2030 માં અમદાવાદમાં શ્રી ભાનુપ્રભા સેનેટોરીયમનું મકાન બનાવરાવી - સાધુ- સાધ્વી મહારાજોને સ્વાસ્થ્ય માટે સગવડ કરી અપાવી. એવી જ રીતે પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક સ્થળોએ જિનાલયો, ઉપાશ્રયો, પાઠશાળાઓ, ભોજનશાળાઓ આદીના ઉદ્ધાર અથવા નિર્માણકાર્યો થયા છે.
પૂજ્યશ્રીની પવિત્ર વાણીથી આ સેનેટોરીયમ ટ્રસ્ટના સંકુલમાં નાનકડું સુંદર, મનોહર પાયાથી શિખર સુધી શુદ્ધ સફેદ આરસનું મહાપ્રભાવી શ્રી અજીતનાથ - ભીજભંજન પાર્શ્વ-પદ્માવતી જિનમંદિર પણ નિર્માણ થયેલ છે. તેની ખનનવિધિ 28-8-85 દ્વિ. શ્રા.સુ. 13 બુધવારના શુભમુહુતૅ ઉત્સાહપૂર્વક થયેલ હતી તથા સં. 2042 વૈ. વદ 5 બુધવારના રોજ શુભમુહુર્ત અંજનશલાકા - પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ધામધૂમપૂર્વક થયેલ.
દર વર્ષે સારી એવી રકમ દેવદ્રવ્યમાં - ભોજનશાળામાં વૈયાવચ્ચ ખાતે જીવદયા - સાધારણ ખાતે વપરાવવા માટે પ્રેરક થતા.
છેલ્લે જીનાલયની પાંચમી વર્ષગાંઠ ઉજવી સં. 2047 દ્વિતિય વૈ.વ. 14 ના રોજ અરિહંતસ્મરણ કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
તેઓશ્રીના જીવનકાર્યો સદૈવ ચિરસ્મરણીય બની રહેશે.