________________
SCE STREET BOSSETS STSTSS S SSS SSC
પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ભાનુચંદ્રસુરીશ્રવરજી મ.સા.નું
સંક્ષિપ્ત જીવનચરિત્ર a Easte ane e eee eee ee eeee eee eee ela
જન્મદિનઃ વિ.સં. 1970 કા.સુ.11 સ્વર્ગારોહણદિન - વિ.સં. 2047 .વદ 14
સૌરાષ્ટ્રની સાધુસંતોની ભૂમી પર ભાવવાહી ભાવનગર શહેર છે, તેમાં જૈન-જૈનેતરોની પચરંગી વસ્તી છે. અહીં એક ધર્મનિષ્ઠ દંપતી રહે. ઉમિયાશંકર અને ગિરીજાબહેન. ઉમિયાશંકર બંદર પર ધંધો કરે; પણ નસીબજોગે તેમને ભાવનગર છોડી પરદેશ જવું પડ્યું; ગિરીજાબહેન પિયર પાલીતાણા આવ્યા ત્યાં તેમને સં. 1970 ના કારતક સુદ 11 - દેવઉઠી એકાદશીને દિવસે પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનું નામ દુર્ગાશંકર પાડ્યું. દુર્ગાશંકરે સાત ગુજરાતી ધોરણનો અભ્યાસ કર્યો, પરંતુ પિતાની સ્થિતિ નબળી હોવાથી તે અમદાવાદ આવ્યા. ત્યાં શામળાજીની પોળના વકીલ ગુમાસ્તા ડાહ્યાભાઈની સાથે રહ્યા. ડાહ્યાભાઈ ધાર્મિક કાર્યો માટે અવારનવાર લવારની પોળના ઉપાશ્રયે જતાં. તેની સાથે દુર્ગાશંકર પણ જતાં ત્યાં તે વખતે પ.પૂ. શાંતમૂર્તિ આ. શ્રી. વિજય નીતિસૂરીશ્વરજી મ.સા. બિરાજમાન હતા. તેઓ શ્રી દુર્ગાશંકરના લલાટના લેખ માપી ગયા. ધીમે ધીમે પં. શ્રી. દાનવિજયજી મ.સા. અને અન્ય મુનિવરો આ યુવાનને ધાર્મિક શિક્ષણ આપવા લાગ્યા. એમ કરતાં દુર્ગાશંકર પૂ. શ્રી તિલકવિજયજી મ. સા. સાથે વિહાર કરતાં લુણાવડા આવ્યા. દરમ્યાન દુર્ગાશંકરની દીક્ષા લેવાની ભાવના દઢ થઈ ગઈ હતી. લુણાવડા સંઘની વિનંતી થઈ અને સં. 1987 ના પ્રથમ અષાઢ બીજના શુભ દિને પ.પૂ.શ્રી શાંતિવિજયજી મ.સા.ના વરદ્દ હસ્તે દીક્ષા થઈ. દુર્ગાશંકરને મુનિ શ્રી ભાનુવિજયજી નામે પં. તિલકવિજયજી