________________
૧૧૨
આપનો મહાનુઉપકાર માનીશું. આપ જેવા પવિત્ર પુરૂષના વચનથી જો અમે શાંતિ નહિ પામીએ તો પછી કોના શરણે જઈશું?” આવાં અત્યંત નમ્ર વચનો સાંભળી મુનિરાજનું હૃદય દયાવળું બન્યું. અને ભક્તામર સ્તોત્રના ૪૧ મા શ્લોકનું વિધિપૂર્વકનું વિધાન તેમને બતાવી પોતે બીજે સ્થળે ચાલ્યા ગયા.
બીજે દિવસે હાઈ ધોઈ પવિત્ર થઈ મુનિરાજે બતાવ્યા પ્રમાણે શીલવતીએ ભક્તામર સ્તોત્રના ૪૧ મા શ્લોકનું આરાધન કર્યું. તેનાથી મંત્રેલું જળ રાજકુમારને પીવડાવ્યું, એટલે રાજકુમારનું શરીર પ્રથમના જેવું સુંદર તેજસ્વી બની ગયું.
હસ્તિનાપુરનો રાજા પણ આ કર્માધીન સિદ્ધાંતને સત્ય માની બહુજ માનપૂર્વક રાજકુમારને તથા શીલવતી ને પોતાના મહેલે તેડી લાવ્યો. અને તેમને રહેવા માટે દરેક પ્રકારની સગવડ કરી આપી.
- આ તરફ ઘણા દિવસે જયશેખર રાજા વિજય પ્રાપ્ત કરી કૌશાંબી નગરીમાં પાછો આવ્યો ત્યારે રાજકુમારના રોગની તથા તેના ચાલ્યા ગયાની ખબરથી તે બહુ દુઃખ પામ્યો અને તેણે તપાસ કરવા ચારે તરફ માણસો દોડાવ્યા. ફરતા ફરતા માણસો હસ્તિનાપુર પહોંચ્યા. અને રાજકુમારના કુશળ સમાચાર સાંભળી તેને જયશેખર રાજાનો સંદેશો કહી સંભળાવ્યો. રાજકુમાર પણ પિતાશ્રીની આતુરતા જાણી શીલવતી સહીત કૌશાંબી ગયો અને હર્ષઘેલા પિતા પુત્ર ભેટ્યા. આ રીતે અત્યંત દુઃખી અવસ્થામાં આવી પડ્યા છતાં ફકત આપવિત્ર સ્તોત્રના પ્રતાપે રાજ્ય અને ઋદ્ધિસિદ્ધિ પામ્યા.
આવો મહાન્ પ્રભાવ આ સ્તોત્રમાં છે. તેની ખાત્રી કરવી હોય તો એકવાર નિરંતર સ્મરણ કરવાનો નિયમ લો એટલે તેનો ચમત્કાર તમે તરતજ જોઈ શકશો.