________________
૧૧૦
એમને એમ મારી નાખવામાં આવે તો કદાચ વાત ઉઘાડી પડી જાય અને તેથી બધી બાજી બગડી જાય. એટલે કોઈ એવો ઉપાય કરવો જોઈએ કે તે તેનાજ રોગે મરણ પામે.
એક વખત જયશેખર રાજા દેશો જીતવાને બહાર ગયેલ છે. તે વખતે રાણીએ ધીમે ધીમે વિજયસિંહ તરફ પ્રેમભાવ દર્શાવી ખોરાકમાં એવી ઔષધિ ખવડાવી કે વિજયસિંહને અનેક રોગો ઉત્પન્ન થયા. અને આ
તે બહુજ દુ:ખી થવા લાગ્યો. તેને માલમ પડ્યું કે આ બધાં કામ સાવકી માતાનાજ છે. તેથી જો હું અહીં રહીશ તો હજુ પણ મને બીજાં વધુ દુઃખો આપવામાં બાકી રાખશે નહિ. માટે મારે અહિં રહેવા કરતાં પરદેશમાં ચાલ્યા જવું જોઇએ.
દુઃખ અને રોગથી કંટાળેલો રાજકુમાર વિજયસિંહ ફરતો ફરતો હસ્તિનાપુર આવી પહોંચ્યો. અને ત્યાંજ ગામ બહાર આવેલી એક ધર્મશાળામાં રહેવા લાગ્યો. દુઃખનો પણ અંત હોય છે તેમ ઘણા દિવસે કોઈ જૈન મુનિ ફરતા ફરતા એજ ધર્મશાળામાં આવી પહોંચ્યા. ત્યારે રાજકુમાર વિજયસિંહ તેમની પાસે ગયો અને પોતાના જલોદરના રોગથી અત્યંત પીડા પામતો તે કહેવા લાગ્યો કે, ‘હે પરમ ઉપકારી મહાપુરૂષ ! હું આ દુઃખથી બહુજ કંટાળી ગયો છું. એટલે આ કરતાં તો મરવું ધારે સારૂં છે. માટે મને કંઈ ધર્મ સંભળાવો, તો આવતો ભવ પણ કંઈક સુધરે. આ ભવમાં તો મેં કાંઈ પુણ્યકાર્ય કર્યું નથી.’ આટલું બોલતાં બોલતાં તો તે બહુજ દુઃખ પામવા લાગ્યો. ત્યારે મુનિરાજે તેને દિલાસો આપ્યો અને કહ્યું કે ‘કરેલાં કર્મ તો રાજા કે રંક બધાંને ભોગવવાં પડે છે. માટે શાંતિ રાખવી અને ફરીથી એવાં પાપકર્મો ન થાય તે માટે કાળજી રાખવી. તારે મરવાની કે અકળાવાની કાંઈ જરૂર નથી પણ દુઃખના સમયમાં ઈશ્વર સ્મરણ કરવું જેથી અંતે સુખપ્રાપ્તિ થાય છે, હું તને આ એક શ્લોક આપું છું. તેનું તું સ્મરણ કર્યા કરીશ તો સુખી થઈશ' એટલું