________________
૧૦૯
અર્થઃ-જેઓ ઉત્પન્ન થયેલા ભયંકર જલોદરના રોગના ભારે કરીને વળી ગયેલા છે અને શોચનીય દશાને પ્રાપ્ત થવાથી જીવવાની આશા છોડી બેઠા છે. એવા મનુષ્ય આપના ચરણ કમળના રજ રૂપી અમૃતથી પોતાનું શરીર લિપ્ત કરવાથી કામદેવ સરખા રૂપવાન થયા
છે.
ऋद्धि : ॐ ह्रीं अहँ नमो अक्षीण महाणसीणं ॥ मंत्र : ॐ नमो भगवति क्षुद्रोपद्रवशांतिकारिणी भोगकष्ट रामनं शांतिं कुरु कुरु स्वाहा ॥
આ એકતાલીસમા કાવ્ય-મંત્રને દ૨૨ોજ વિધિપૂર્વક આરાધનાર આરાધકને વાત્ત-પિત્ત કફ, જલોદર આદિ રોગ પરેશાન કરી શકતા નથી, અર્થાત પ્રવેશી શકતા નથી
શ્લોક ૪૧ નો પ્રભાવ બતાવનારી કથા
· કૌશાંબી નગરીના રાજા જયશેખરને વિમળા નામે એક રાણી હતી. તે બહુ ગુણવાન અને સતી હતી. તેને વિજયસિંહ નામે એક પુત્ર હતો, તે બહુજ બુદ્ધિમાન અને હોંશીયાર હતો. પરંતુ તે યોગ્ય ઉંમરનો થાય તે પહેલાં તો તેની માતા સ્વર્ગાસી થઇ, અને રાજા કમળા નામે બીજી સ્ત્રી પરણ્યો. સમય જતાં કમળાને પણ એક પુત્ર થયો. જેમ જેમ તે પુત્ર મોટો થવા લાગ્યો તેમ તેમ કમળાને ચિંતા થવા લાગી કે જ્યાંસુધી વિજયસિંહ પાટવી કુંવર તરીકે હૈયાત હશે ત્યાંસુદી મારા પુત્રને રાજ્ય મળશે નહિ; કારણકે મારા પુત્ર કરતાં વિજયસિંહ હોશિયાર અને બુદ્ધિમાન છે. વળી રાજાને પણ તેના ઉપર ઘણો સારો પ્રેમ છે. એટલે રાજા થવાનો સમય મારા પુત્રને તો કોઇ દિવસ વારો આવશે નહી, પણ હું જો યુક્તિ કરી વિજયસિંહને મારી નંખાવું તો મારા પુત્રનું ભાગ્ય ખીલે અને રાજ્યમાં મારૂં પણ માન વધે. પરંતુ જો