________________
દુષ્ટ દૂરે ટળે સ્વજન મેળો મળે, આધિ ઉપાધિ ને વ્યાધિ નાસે ભૂતના ખેતના જોર ભાંજે વળી, ગૌતમ નામ જપતા ઉલ્લાસે તીર્થ અષ્ટાપદે આપ લબ્ધ જઈ, પનરશે ત્રણને દીખ દીધી અઠ્ઠમ ને પારણે તાપસ કારણે, ક્ષીર લબ્ધ કરી અખૂટ કીધી વરસ પચાસ લગે ગૃહવાસે વસ્યા, વરસ વળી ત્રીસ કરી વીરસેવા બાર વરસા લગે કેવળ ભોગવ્યું, ભક્તિ જેહની કરે નિત્ય દેવા મહિયલ ગૌતમ ગોત્ર મહિમા નિધિ, ગુણનિધિ ઋદ્ધિ ને સિદ્ધિદાઈ ઉદય જશ નામથી અધિક લીલા લહે, સુજસ સૌભાગ્ય દોલત સવાઈ
સમૂહમંત્રજાપ % હુશ્રી અરિહંત ઉવઝાય શ્રી ગૌતમસ્વામિને નમઃ
• ૧૦૮ વાર સમૂહમાં સર્વેએ જાપ કરવો.