________________
મહિમાવાચક શ્રી ગૌતમસ્વામીનો છેદ
માત પૃથવી સુત પ્રાત ઉઠી નમો, ગણધર ગૌતમ નામ ગેલે પ્રહ સમે પ્રેમશું જેહ ધ્યાતા સદા, ચઢતી કળા હોય વંશ વેલે વસુભૂતિ નંદન વિશ્વજન વંદન, દુરિત નિકંદન નામ જેહનું અભેદે બુદ્ધ કરી ભવિજન જે ભજે, પૂર્ણ પહોચે સહી ભાગ્યે તેમનું સુરમણિ જેહ ચિંતામણિ સુરત, કામિત પૂરણ કામધેનુ એહ ગૌતમતણું ધ્યાન દ્ધયે ઘરો, જે થકી અધિક નહિ માહાભ્ય તેહનું જ્ઞાનબળ તેજ ને સકળ સુખ સંપદા, ગૌતમ નામથી સિદ્ધિ પામે અખંડ પ્રચંડ પ્રતાપ હોય અવનિમાં, સુર નર જેહને શીશ નામે પ્રણવ આદે ઘરી, માયાબીજે કરી, સ્વસખે ગૌતમ નામ વ્યાવે કોડી મનોકામના સફળ વેગે ફળે, વિદ્ધ વૈરી સવિ દૂર જાયે