________________
ગુરુ ગૌતમવામીનું અષ્ટક
...(૨)
અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર પ્રભુ વચને ત્રિપદી લહી, સૂત્ર રચે તેણીવાર, ચૌદ પૂરવમાં રચે, લોકાલોક વિચાર ભગવતી સૂત્રે કર નમિ, બંભી લિપિ જયકાર, લોકલોકોત્તર સુખ ભણી, ભાખી લિપિ અઢાર વીર પ્રભુ સુખીયા થયા, દિવાળી દિન સાર, અંતરમુહુર્ત તત્પણે, સુખીયો સહુ સંસાર કેવળ જ્ઞાન લતદા, શ્રી ગૌતમ ગણધાર, સુરનર હર્ષ ઘરી પ્રભુ, કર અભિષેક ઉદાર સુરનર પર્ષદા આગળ, ભાખે શ્રી શ્રુતનાણ, નાણથકી જગ જાણીએ, દ્રવ્યાદિક ચૌઠાણ તે શ્રુતજ્ઞાનને પૂજીએ, દીપ ધૂપ મનોહાર, વીર આગમ અવિચલ રહો, વરસ એકવીશ હજાર ” ...(૭). ગુરુ ગૌતમ અષ્ટક કહી, આણી હર્ષ ઉલ્લાસ, ભાવ ધરી જે સમરશે, પૂરે સરસ્વતી આશ ...(2) શાસન શ્રી પ્રભુ વીરનું, સમજે જે સુવિચાર, ચિદાનંદ સુખ શાશ્વતા, પામે તે નિરધાર