________________
શ્રી મહાવીર સ્વામિની આરતી જયદેવ ! જયદેવ ! જય સુખના સ્વામી ! પ્રભુ જય સુખના સ્વામી વંદન કરીએ તુજને, વંદન કરીએ તુજને, ભવ ભવના ભામી. જયે. ૧ સિદ્ધારથના સુત ! ત્રિશલાના જાયા પ્રભુ ત્રિશલાના જાયા, જશોદાના છો કંથજી, જશોદાના છો કંથજી, ત્રિભુવન જગરાયા. જય. ૨ બાલપણામાં આપ ગયા રમવા કાજે, પ્રભુ આપ ગયા રમવા કાજે, દેવતાએ દીધો પડછાયો, દેવતાએ દીધો પડછાયો, બીવરાવવા કાજે. જય. ૩ એકવારનું રૂપ લીધું છે નાગનું, પ્રભુ રૂપ લીધું છે નાગનું બીજી વારનું રૂપ, બીજી વારનું રૂપ, લીધું છે બાળકનું. જય. ૪ બાળક બીતા સહું, પોતે નથી બીતા, પ્રભુ પોતે નથી બીતા દેવતાનું કાંઈ ન ચાલ્યું, દેવતાનું કાંઈ ન ચાલ્યું, હારી જાતાં રેતા. જય. ૫ એવા છે ભગવાન મહાવીર, તમે જાણો, પ્રભુ મહાવીર તમે જાણો : વંદે છે સહું તેને, વંદે છે સહું તેને, નમે રાય રાણો. જય. ૬