________________
-ლილე რუსეთში
ગણધરો આચારાંગથી દૃષ્ટિવાદપર્યત બાર અંગના જાણકાર હતા. તેઓ પોતે જ તેના રચનાર હતા. ચૌદપૂર્વના પણ જાણકાર હતા. તેઓ દ્વાદશાંગીધર, ચૌદપૂર્વધર હતા. એક માસના ઉપવાસ સાથે પાદપોપગમન અનશન વડે રાજગૃહ નગરમાં મોક્ષે ગયા. ૧૧ ગણધરોમાંથી ઈન્દ્રભૂતિ અને સુધર્માસ્વામી સિવાયના ગણધરો ભગવાન - મહાવીરદેવ વિદ્યમાન હતા, ત્યારે મોક્ષ પામ્યા છે. અત્યારના સઘળાય સાધુઓ આર્ય સુધર્માસ્વામીના શિષ્યો છે. બાકીના ગણધરો પોતપોતાના ગણને મરણ સમયે સુધર્માસ્વામીને સોંપીને મોક્ષે ગયા હતા. - શ્રી વીરપ્રભુની પાટે શ્રી સુઘર્માસ્વામી પાંચમા ગણધર હતા. ચૌદ વિદ્યાના પારગામી થઈને પચાસ વર્ષના અંતે દીક્ષા લીધી અને ત્રીસ વરસ સુધી વીર પ્રભુની સેવા કરી. વીરનિર્વાણ પછી બાર વર્ષે - જન્મથી ૯૨ વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૧૦૦ વર્ષનું
આયુષ્ય પૂર્ણ કરી પોતાની પાટે જંબૂસ્વામીને સ્થાપીને મોક્ષે ગયા. - વીર નિર્વાણ પછી આઠ વર્ષે ગૌતમસ્વામી મોક્ષે ગયા. . - વીર નિર્વાણ પછી વીસ વર્ષ સુધર્માસ્વામી મોક્ષે ગયા. - વીર નિર્વાણ પછી ચોસઠ વર્ષે જંબૂસ્વામી મોક્ષે ગયા.