________________
[]૧૬. ગુરુ સ્મરણ - ગુરુપાદુકા પૂજનઃ
ગુરુના આશીર્વાદ કે ગુરુપૂજા વગર પૂજા-ઉપાસના મંત્ર, તંત્ર અનુષ્ઠાન કાર્યો પૂર્ણ સફળતાને વરતા નથી. ભારતીય સંસ્કૃતિના તંત્ર, મંત્ર, અનુષ્ઠાનોનો સિદ્ધાંત છે કે પૂજનના પ્રારંભ પહેલા ઉપકારક, તારક ગુરુઓને ભક્તિભાવ સહ બે હાથ જોડી સ્મરણ કરી નમસ્કાર કરવા.
શ્લોક :
મંત્રઃ
येन ज्ञान प्रदीपेन, निरस्याभ्यंतरं तमः ।
मात्मा निर्मलीचक्रे, तस्मै श्रीगुरुवे नमः ॥ ॐ ऐं क्लीं ह्रीँ श्रीँ ह्रः स्फँ सहयूँ हसौं स्हीँ गुरुपादुकाभ्यां नमः गुरुपादुकां पूजयामि नमः।
યંત્રમાં આલેખેલ ગુરુપાદુકા ૫૨ વરખ છાપેલું શ્રીફળ સ્થાપન કરી તે પર વાસક્ષેપ – પુષ્પ સુવર્ણમુદ્રા ચઢાવવી ધૂપ ખેવવો.
શ્રી ગૌતમસ્વામીથી લઈ ધર્મદાતા, મંત્ર-યંત્રદાતા ગુરુઓનું મનમાં સ્મરણ કરી તેઓશ્રીની ચરણપાદુકા મસ્તકમાં સહસ્રદળમાં કલ્પનાથી સ્થાપવી. ગુરુસ્મરણ કરવું.
#######