________________
[]. કરન્યાસ :
કર એટલે હાથ. હાથની આંગળીઓ વગેરેમાં કરવાની સ્થાપના તે કરન્યાસ. પૂજનમાં બંનેય હાથો ઉપયોગમાં લેવાતા હોવાથી બંનેય હાથની આંગળીઓને શુદ્ધ, પવિત્ર અને ચેતનામય બનાવવા આંગળીના મૂળમાંથી સ્પર્શ કરી ટોચ સુધી લઈ જવી.
ॐ ह्राँ नमो अरिहंताणं - अंगुष्ठाभ्यां नमः ।
બંને હાથના અંગૂઠામાં અને પહેલી આંગળી વડે અંગૂઠાને મૂળથી ટોચ સુધી સ્પર્શ કરી શ્વેતવર્ણીય અરિહંત ભગવંતોની આકૃતિઓ સ્થાપવી.
ॐ ह्रीँ नमो सिद्धाणं - तर्जनीभ्यां नमः ।
–
– બંને હાથના અંગૂઠાથી પહેલી આંગળીના મૂળથી ટોચ સુધી સ્પર્શ કરી રક્તવર્ણીય સિદ્ધભગવંતોની સ્થાપના કરવી.
ॐ हूँ नमो आयरियाणं - मध्यमाभ्यां नमः ।
- બંને અંગૂઠા વડે બીજી આંગળીઓને સ્પર્શ કરી પીળા વર્ણવાળા આચાર્ય ભગવંતોની સ્થાપના કરવી.