________________
#
[]૫. સકલીકરણ :- ક્ષિપ ૐ સ્વાહા નો ન્યાસ
-
૧.ક્ષિ – બંને ૨.૧ – નાભિ ઉપર 3.30- - હૃદય ઉપર ૪.સ્વા- મુખ ઉપર
પ.હા - મસ્તક ઉપર
પગના જાનુમાં (ઢીંચણ) પર બીજાક્ષર પીળા વર્ણનો કલ્પી સ્થાપન કરવો. બીજાક્ષર શ્વેત વર્ણનો કલ્પી સ્થાપન કરવો. બીજાક્ષર લાલ વર્ણનો કલ્પી સ્થાપન કરવો. બીજાક્ષર નીલ વર્ણનો કલ્પી સ્થાપન કરવો. બીજાક્ષર શ્યામ વર્ણનો કલ્પી સ્થાપન કરવો.
આ પ્રમાણે પંચમહાભૂતરૂપ મંત્રબીજો વડે ત્રણ વખત આરોહ-અવરોહ ક્રમથી સકલીક૨ણ
કરવાનું છે.
ફરી બીજા અંગોને સકલ ક૨વા માટે આ ક્ષિ ૫ ૐ નો ન્યાસ છે. શરીરના મુખ્ય સ્થાનોને સકલ બનાવી ચૈતન્યસ્વરૂપે જાગૃત કરવાની ક્રિયા. માનવાદિ શરીર પંચતત્ત્વોનું બનેલ છે, અનુક્રમે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ - આ તત્ત્વો વિષમ ન બની જાય અને દેહમાં સમત્વ જાળવી રાખે એ માટે આર્ષદૃષ્ટાઓએ પંચતત્વના પાંચ મંત્રબીજો નક્કી કર્યા છે. દરેક બીજ સંલગ્ન તત્વો સાથે સંબંધિત હોઈ, તે ઉપર અંકુશ ધરાવે છે. શરીરના જણાવેલા પાંચ ભાગો પર બંને હાથના પંજાથી આરોહ-અવરોહ ક્રમથી તે તે સ્થાને સ્થાપિત કરવા શાસ્ત્રમાં આ પાંચ તત્વોના પાંચ રંગો જે કલ્પેલા છે, તેને ધારણા કરીને તે તે રંગવાળા અક્ષરો કલ્પી સ્થાપિત કરવા.