________________
-૨. મંત્રસ્નાન
ॐ अमले विमले सर्वतीर्थजलोपमे पां पां वां वां ज्वीँ वीँ अशुचिः शुचिर्भवामि स्वाहा ।
–પૂજનમાં બેસનાર દરેક જળસ્નાન કરી શુદ્ધ થઈ આવ્યા હોય તો પણ અનુષ્ઠાનમાં કલ્પનાસ્નાન મંત્ર દ્વારા કરવાનું. અંજલિમાં પવિત્ર નદીઓનું-તીર્થોનું જળ રહેલું છે એ મંત્ર બોલી એ જલથી બે હાથથી સ્નાન કરતા હોય તે રીતે ચેષ્ટા કરવી. |૩. હૃદયશુદ્ધિ
मंत्र - ॐ विमलाय विमलचित्ताय ज्वीँ वीँ स्वाहा ।
ડાબો હાથ હૃદય પર મૂકી પાપવિચારોને દૂર કરવારૂપ હૃદય શુદ્ધિની ક્રિયા આ મંત્ર બોલી કરવી. - હ્રદયને નિષ્પાપ બનાવ્યું. અશુભ વિચારો ન આવી જાય તેનું ધ્યાન રાખી ચિત્તએકાગ્ર બનાવવું.
[]૪. કલ્મષદહન ઃ
ॐ विद्युत् स्फुलिंगे महाविद्ये मम सर्वकल्मषं दह दह स्वाहा ।
-મંત્ર બોલી બે ભુજાએ સ્પર્શ કરી પાપોનું દહન થઈ રહ્યું છે તેમ ચિતવવું. ચિત્તમાં ચાલતા કલુષિત – પાપવિચારોના ઢગને નજર સામે ભસ્મ કરીએ છે તેમ સ્વસ્તિકમુદ્રા ક૨વાપૂર્વક ક્રિયા કરવી.
****