________________
000000000000
આરાધના-ઉપાસનામાં પ્રવેશ પૂર્વે ભૂમિશુદ્ધિ-દેહશુદ્ધિ શુદ્ધિકરણ ક્રિયાનો પ્રારંભ
– મંત્ર બોલવાપૂર્વક સ્વ અંગે (કપાળે) તિલક કરવું.
ॐ ह्रीँ श्रीँ क्लीँ ऐं नमः ।
પૂજનમાં પોતાની કાયાને સ્વચ્છ અને સુગંધી બનાવવી ખાસ જરૂરી હોવાથી કેસરમિશ્રિત ચંદનથી પોતાના શરીરના અંગો પર તિલક કરવા. પ્રથમ કપાળે, બે ભુજાએ, બે હાથના તળીયામાં, કંઠે, નાભિ આદિ અંગસ્થાને, દેવસ્વરૂપ બની ઈષ્ટદેવની પૂજા કરવાથી આંતરચેતના વધુ જાગૃત બનશે.
ક્રિયાકાર-પૂજનકારોએ ખમાસમણ દઈ ઈરિયાવહીયા, તસઉતરી, અન્નત્થ સત્રો બોલી એક લોગસ્સનો કાઉસગ્ગ કરી, પારીને ત્યારબાદ પ્રગટ લોગસ્સ બોલવો- ત્યારબાદ.
[]૧. ભૂમિશુદ્ધિકરણ :
ॐ भूरसि भूतधात्रि ! सर्वभूतहिते ! भूमिशुद्धिं कुरु कुरु स्वाहा ! यावदहं पूजां करिष्ये तावत् सर्वजनानां विघ्नान् विनाशय विनाशय स्थिरीभव स्थिरीभव स्वाहा । દર્ભની પીંછી દ્વારા સુવર્ણજળ-સુગંધીજળ વાસક્ષેપનો પૂજનભૂમિ પર છંટકાવ કરવો.
સૌને આશ્રય દેનાર ધરતી માતા સમાન છે. પંચ તત્વો પૈકી પૃથ્વીતત્વ પણ દેવતાસમ છે. આવી ધરતી પર બેસીને શાંતિ-ઋદ્ધિ –વૃદ્ધિ માટે મંગળ ક્રિયાઓ કરવાની છે. એ ધરતીમાંથી કોઈ ઉપદ્રવ ન થાય તે માટે ભૂમિને બહુમાનપૂર્વક શુદ્ધિકરણ ક્રિયા કરવાની છે.