________________
"બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો" . . . શ્રીમદ્ રાજચંદ્રની આ પંક્તિ મુજબ અનંત પુણ્યોદયે આપણે સહુ માનવજન્મ પામ્યા છીએ. પરંતુ એટલામાં સધી કાર્યસિદ્ધિ થઈ જતી નથી, હજુ આત્માને ઉન્નત કરવાનું પરમપદે પ્રતિષ્ઠિત કરવાનું વિરાટ કાર્ય બાકી છે.
પરંતુ માનવી જીવન-મરણના ચકરાવામાં અત્યંતકાળથી અટવાયેલો છે. આવો અટવાયેલો આત્મા જ્યારે પ્રચંડ પુણ્યકર્મના ફળસ્વરૂપે જૈનકુળમાં જન્મ પામ્યા પછી પણ જીવનની પ્રત્યેક પળોને આનંદિત, હર્ષયુક્ત બનાવવા અવનવા અભિગમોને અપનાવતો રહ્યો છે.
ભક્તિની શક્તિની અનુભૂતિ કરવા માટે ભગવાનના ભક્ત બનવું જ પડે. મગધપતિ મહારાજા શ્રેણિક રોજ ત્રિકાળ સુવર્ણના અષ્ટોતરશત જપનો સ્વસ્તિક કરવા દ્વારા પ્રભુવીરની ભક્તિ પ્રારંભી ભક્ત, પરાભક્ત યાવત્ ભગવાન બની ચૂક્યા. આપણે સૌ પણ પ્રભુભક્તિ, પ્રભુમયતા દ્વારા પ્રભુતા પામી શકીએ તે હેતુથી જ ભક્તિસમ્રાટ યોગીજનોએ મહાપુરુષોએ અનેક પ્રકારે ભક્તિવિધાનોનું સર્જન કરીને સૌ કોઈને એ માર્ગે પ્રયાણ કરાવી માર્ગઅભિમુખ કરવાનો પ્રયત્ન કર્યો છે.
વિવિધ પૂજા-પૂજનોના માધ્યમથી આજ સુધી અનેક ભાવિકો ભક્તિ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાનો અને ભગવાનમય બનવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પરમાત્મસામીપ્ટની લૌકિક આનંદ અનુભૂતિનો આસ્વાદ લઈ ભક્તિથી મુક્તિ મેળવવાનો પુરૂષાર્થ કરી રહેલ છે. આજે પંચમકાળ, પડતોકાળ, ભૂંડો અવસર્પિણી દેખાય છે. છતાં જ્યાં જુઓ ત્યાં પ્રભુભક્તિની છોળો ઉછળે છે, પ્રભુભક્તિની સૌંદર્યવાન સરિતા શ્રી જિનશાસનના બંને કાંઠે વહી રહી છે.
એક કાંઠે વિભિન્ન પ્રકારે, અવનવા પ્રકારે, પ્રકૃષ્ટ પ્રકારે પ્રભુની અંગપૂજા, ભાવપૂજાઓ તથા મહાપૂજાઓ, અને ભવ્યાતિભવ્ય મનોહર લાખેણી અદ્ભૂત અંગરચનાઓ થઈ રહી છે. બીજે કાંઠે મનોહર વિધિવિધાન પવિત્ર મંત્રમુગ્ધ મંત્રાક્ષરો