________________
સહિત પરમ પ્રભાવિક, કલ્યાણકારી પ્રભુપ્રેમ પ્રગટાવનાર મહાપૂજનોના આયોજન અત્ર-તત્ર-સર્વત્ર થતા હોય છે. મહાપ્રભાવ સંપન્ન શ્રી સિદ્ધચક્ર મહાપૂજન-શ્રી ઋષિમંડળ મહાપૂજન – શ્રી વીશસ્થાનક મહાપૂજન, શ્રી ભક્તામર મહાપૂજન, શ્રી શાંતિસ્નાત્ર આદી અનેક મહાપૂજનોનાં માધ્યમથી ભવ્ય આડંબર સહિત ભાવોલ્લાસપૂર્વક વિશિષ્ટસ્વરૂપે પરમાત્માના પૂજન-ભક્તિ થાય છે.
આવા મહાપૂજનોની સાથોસાથ ચરમતીર્થપતિ પરમાત્મા શ્રી વીરપ્રભુના પ્રથમ શિષ્ય ગણધર અનંતલબ્લિનિધાન ગુરુ ગૌતમસ્વામી મહાપૂજનવિધાન પણ ભાવુક આત્માઓને પરમ કલ્યાણકારક - પરમ આરાધ્ય બની રહેશે કે જે ગુરુ. ગૌતમસ્વામીનું નામ જ પરમ મંગલને આપનાર છે. જેમનો પ્રભાવ, મહિમા સારાયે જિનશાસનમાં પ્રચલિત છે. તેમની વિધિવત આરાધના ઉપાસનાનો માર્ગ પણ જ્ઞાની પુરુષોએ પૂર્વાચાર્યોએ શાસ્ત્રોમાં દર્શાવેલ છે. આ પૂજનવિધિ સંકલન તથા પ્રકાશન અંગે પૂજુય યુગદિવાકર ધર્મસૂરી મ. સા. નાવિદ્વાન શિષ્ય આચાર્યદવ કનકરત્નસૂરી નો સહયોગ તથા અન્ય સમુદાય ના સાધુભગવંતો નો સહકાર અને માર્ગદર્શન સાંપડેલ છે. તે અંગો અમો તેઓશ્રીના ઋણી છીએ. તે જ રીતે આ મહાપૂજનવિધાન પણ ગૌતમસ્વામીની વિશિષ્ટ ભક્તિ કરવાનું અનુપમ માધ્યમ બની રહેશે અને એ માધ્યમ દ્વારા ગુરુ ગૌતમસ્વામીની ભક્તિ કરી આત્મા પરમ વિનય ગુણને પામી મંગલ અને કલ્યાણને પામે અને ગુરુ ગૌતમની જેમ ભાવિક આત્માઓ તેમનું જીવન પરમાત્મ પ્રતિ સમર્પિત કરી અંતે મોક્ષસુખના ભોક્તા બને એ જ મંગલકામના...
આ પ્રતમાં અમારા તરફથી લખાયેલ લખાણોમાં - મંત્રાક્ષરોમાં - સંયોજનમાં કાંઈપણ જિનાજ્ઞા વિરુદ્ધ લખાયેલ હોય તો ભૂલ પ્રત્યે ધ્યાન દોરવા પૂજકોને નમ્ર અનુરોધ છે.
- સુશ્રાવ શ્રી મQતલાલ ફકીરચંદ શાહ (ડભોઈવાળા) - યુવાવિધિકાર શ્રી મુકેશકુમાર એમ. શાહ