________________
დადგენილ მოთხოვნით
સંપાદકીય
પ્રકૃતિ - સંસ્કૃતિ - વિકૃતિના ત્રિભેટે માનવ ઊભો છે, માનવ મનને લલચાવવા -બહેકાવવા વિકૃતિના વમળો એ સંસ્કૃતિનો સત્યાનાશ વાળવાનું શરૂ કરી ચૂકેલ છે. માનવે આ બધાની વચ્ચે રહીને વિકૃતિના વિનાશક વાવાઝોડા વચ્ચે ય સંસ્કૃતિની સંસ્કારજ્યોતને જીવંત રાખી મુક્તિ કાજે મક્કમ થવું જોઈએ. માનવ પાસે સુંદર શરીર છે, મનોહર મન છે અને એથી ય વિશેષ આ બધાના માલિકરૂપે અનંત શક્તિનો સ્વામી આત્મા છે. એ આત્માની શક્તિની અભિવ્યક્તિ કાજે ભોગને ત્યાગીને યોગની ઉપાસના કરવાની છે, એ દ્વારા આત્માને પરમાત્મસ્વરૂપ પ્રદાન કરવાનું છે અને તે માટે અનેકાનેક યોગમાંથી શ્રેષ્ઠ યોગની ખોજ કરતા માનવને જડ્યો છે ભક્તિયોગ... - ભક્તિ હૃદયની ભાવનાઓને જાગૃતિકરણ કરે છે. ભક્તિ ચિત્તની ચંચળતા દૂર કરી સ્થિરીકરણ કરે છે. ચિત્ત સ્થિરીકરણ થતાં ચિત્તની અશુદ્ધિઓનું પણ આખરે શુદ્ધિકરણ થાય છે. આવું શુદ્ધિકરણ મનના રાગ-દ્વેષોને નિર્મૂળ કરી મૈત્રી અને કરુણાના આંદોલનો પ્રગટાવે છે, આવા આંદોલનોના પ્રગટીકરણ સાથે સૌ સાધકોના પરમ ઉપાસ્ય જિનેશ્વર પરમાત્મા અરિહંતદેવ સાથે તાદાભ્ય સધાય છે, કે જે પરમાત્મા પુણ્યકર્મની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સ્થાન છે. જે પરમાત્માની ભક્તિમાં લીન બનવાપૂર્વક પ્રચંડ પુણ્ય પામી શકાય છે.
આત્માને ઉન્નત બનાવવાની અમોધશક્તિ છે પરમાત્મભક્તિમાં, કે જે પરમાત્મભક્તિ પરમાનંદની સંપત્તિનું બીજ છે. આત્મઆનંદ ની પ્યાસને છીપાવવાનો અનોખો સાગર છે. આવા પરમાનંદને પ્રાપ્ત કરતા ભક્તિયોગની સાધના-આરાધના દ્વારા પરમતારક પરમાત્માનું સાનિધ્ય સામિપ્ય પામી શકાય.
ლოლ ლოლ
ლოლ ლოლ
ლოლ