________________
( જ
આ પૂજનવિધિ પ્રતને સાવંત અવલોકન કરી આચાર્યદેવો તથા વિદ્વાનો પાસે અવલોકન કરાવી પુનઃ સંકલિત તિ) કરી પ્રેસમાં છપાવવા અંગે પોતાના સમય અને શક્તિનો ભોગ આપનાર આ પ્રતની સં કલનકર્તા * વિધિકાર શ્રી મફતલાલ ડભોઈવાળા તથા યુવાવિધિકાર શ્રી મુકેશભાઈના પણ અમો આભારી છીએ.
| સર્વે વિધિકારકોને નમ્ર નિવેદન કે પ્રથમ આવૃત્તિમાં રહેલ પ્રેસદોષ તથા સંસ્કૃતમાં વ્યાકરણની ભૂલો વિગેરે શક્ય તેટલા ? દૂર કરવામાં આવેલ હોઈ પૂજનવિધિ કરાવતા આ સંવર્ધિત આવૃત્તિનો જ ઉપયોગ કરવા ખાસ ભલામણ છે.
આ પ્રતમાં અમારા તરફથી લખાયેલ લખાણોમાં મંત્રોક્ષરોમાં કાંઈપણ જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયેલ હો તેની ત્રિકરણયોગે ” ક્ષમા યાચી, ભૂલ પ્રત્યે ધ્યાન દોરવા આરાધકોને નમ્ર અનુરોધ છે.
અંતે પ્રત્યેક આરાધક આત્માઓ આ જિનભક્તિજન્ય કૃતિના ઉપયોગ દ્વારા ભગવંતને ભેટી ભગવત્ સ્વરૂપનો અપૂર્વ , સે અનુભવ કરી સ્વરૂપમગ્નતાના શિખરે પહોંચી પરમાનંદપદના અધિકારી બને એ જ મંગલકામના...
છે. વિક્રમ સંવત ૨૫૨૪ વિ.સં. ૨૦૫૪
શ્રી ભાનુપ્રભા જૈન સેનીટોરીયમ ટ્રસ્ટ વતી ટ્રસ્ટીગણ (8) માદલપુર રેલ્વે ગરનાળા પાસે, એલીસબ્રીજ,
અમદાવાદ-૩૮૦૦૦૬.
જે
તા. ............... વાર