________________
( જિનશાસનમાં બેસતા વર્ષે એટલે કે “ગુરુ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનના પવિત્રદિને” તથા “આચાર્યપદપ્રદાન' પ્રસંગે (૪)
આ સૂરિમંત્ર આરાધના” પૂર્ણાહૂતિ પ્રસંગે તથા બેસતા મહિને, વૈ.સુ.૧૧ “ગણધર સ્થાપના દિને અને અન્ય મહોત્સવોમાં અન્ય * પવિત્ર દિવસોએ આ પૂજન ખાસ કરીને ભણાવવામાં આવી રહેલ છે, જે ખૂબ જ અનુમોદનીય છે, આ પૂજનની આરાધનાથી એ કેટલાય ભક્તિરસિક પુણ્યાત્માઓ એ એક યા બીજી રીતે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે પોતાના જીવનમાં ગૌતમસ્વામીની લબ્ધિની આ પ્રસાદી મેળવી આત્મલબ્ધિને વિકસીત કરવામાં મહત્ત્વનું યોગદાન મેળવેલ છે. એવા ઋધિ, સિદ્ધિ અને કલ્યાણના દાતા * શ્રીગૌતમસ્વામીજી ને શત શત વંદન. * અમારા સંસ્થાના આદ્યસ્થાપક સદ્ગુણાનુરાગી ૫.પૂ. આચાર્યદેવ ભાનચંદ્રસૂરી મ.સા. ના શિષ્યરત્ન પ.પૂ. ” ID પંન્યાસજી સુબોધવિજયજી મ.સા.ની ધગશ-પુરુષાર્થ અને ઉત્સાહજનક પ્રેરકબળ ના પ્રભાવે જ આ પુનઃ પ્રકાશન શક્ય બનેલ છે.
પ.પૂ. શાસનસમ્રાટ આચાર્યદેવશ્રી વિજયનેમિસૂરીજી મ.સા.ના સમુદાયના પ.પૂ.આ.શ્રી વિજયસૂર્યોદયસૂરિજી * મ.સા. ના વિદ્વાન શિષ્ય પ.પૂ. મુનિરાજશ્રી નંદિઘોષ વિજયજી મ.સા. એ પોતાના કિંમતી સમય અને શક્તિનો ભોગ આપી વિના સંકોચે તરત જ સંપૂર્ણ પ્રતનું સાધંત અવલોકન કરી શુદ્ધિકરણ કરી આપેલ છે, એ અંગે અમો તેઓશ્રીના તથા
સાગરાનંદ સમુદાયના આગમદિવાકર મુનિરાજ શ્રી દીપરત્નસાગર મ. સા. તથા કૈલાસસાગરસૂરી મ.સા.ના * પ.પૂ. અરવિંદસાગર મ.સા.ના તથા અન્ય મહાત્માઓના વિવિધ સૂચનો તથા ક્ષતિઓ પ્રતિ લક્ષ્ય દોરી ક્ષતિપૂર્તિ કરવા અંગે (ક) સહકાર આપેલ છે, તે બદલ અમો સૌના આભારી છીએ.