________________
૪ સારાયે જિનશાસનમાં ગણધર ગુરુ ગૌતમસ્વામીનું ભક્તિનું માધ્યમ અલભ્ય હતું, તે આ પૂજન પ્રકાશન દ્વારા છે
લભ્ય બની સારાયે જન જનમાં અને ઘરમાં ઘરમાં આવકાર્ય બની ચૂકેલ છે. છે આ પૂજનપ્રતિનું પ્રથમ પ્રકાશન તા. ૯-૪-૯૫ના રોજ કરવામાં આવેલ, ત્યારબાદ સારાયે ભારતભરમાં
. “શ્રી ગૌતમસ્વામીજી ની લબ્ધિની લહેર છવાઈ ગઈ, સર્વત્ર સર્વવ્યાપી સુંદર આવકાર મળ્યો. આ પૂજનવિધિનો પ્રચાર સમગ્ર ** જિનશાસનમાં સારા પ્રમાણમાં થવા પામ્યો હતો અને પૂજનની લોકપ્રિયતા વધવા પામી, પરિણામે ત્રણ વર્ષના જ અલ્પ *
એ સમયમાં સતત આની માંગણી ચાલુ રહેતા આ ગ્રંથની બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, આ છે સોનામાં સુગંધ ભળે તેમ સમગ્ર પ્રકાશન ખર્ચનો સંપૂર્ણ લાભ ભક્તિરસિક પુણ્યાત્મા ઉદારદિલ શ્રેષ્ઠીવર્ય )
શ્રી રાજેન્દ્રભાઈ ભગુભાઈ શાહના સુપુત્ર અમેરિકાનિવાસી શ્રી પુલિનભાઈ રાજેન્દ્રભાઈ શાહના ઉમદા સહયોગ મળવાથી * શક્ય બનેલ છે. આ તબક્કે અમો તેઓશ્રીના ખૂબ ખૂબ આભારી છીએ. પરમાત્માભક્તિના તેઓ સાચા ઉપાસક બની * (૪) પરમાત્માનું દર્શન-મિલન મેળવી અનુપમ આત્માનંદ અનુભવે એ જ શુભાકાંક્ષા. C) સમગ્ર ભારતભરમાં અનેક આચાર્યદેવો, મુનિવર ભગવંતો તથા સર્વ વિધિકારોએ આ પૂજનને ઉમળકાભેર આવકાર આપી સર્વગ્રાહી બનાવેલ છે, તથા વિધેયાત્મક પ્રતિભાવો આપેલ છે તે સર્વના અમો આભારી છીએ.
આ બીજી આવૃત્તિમાં આરાધકોને ઉપયોગી પરિશિષ્ટ ઉમેરી પ્રતને સમૃદ્ધ બનાવવામાં આવેલ છે.
કમરકાકા કકકકકકકર