________________
બીજી આવૃત્તિ વેળાએ.... ૪
વિશ્વવંદ્ય ત્રિભુવનપતિ શાસનપતિ ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના પ્રથમ શિષ્ય અનંતલબ્લિનિધાન ગણધર * ગુરુશ્રી ગૌતમસ્વામી મહાપૂજનની દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન કરતા અમો અતિ હર્ષની લાગણી અનુભવીએ છે.
. અનાદિકાળથી અનંત ભવોમાં ભ્રમણ કરી ચૂકેલા એવા આપણા આત્માના ભવભ્રમણનું મૂળ દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ ” છે. અનાદિકાલીન આ બ્રાંતિનું નિવારણ શ્રી પરમાત્માની | દેવતત્વની નિષ્કામ ભક્તિથી જ સરળ બને છે. સાધુજીવન કે * સંસારીજીવન સહુને માટે ભક્તિયોગ પરમ આદરણીય છે. એ ભક્તિથી મુક્તિ મળે છે. ભક્તિ ભક્તને ભગવાન બનાવી શકે છે, મુક્તિના મહેલમાં પહોંચાડી શકે છે, જેઓને પ્રભુની ભક્તિ જ સર્વેસર્વા લાગે છે, તેઓને મુક્તિ મળ્યા વગર રહે નહીં, આવો અચિન્ય મહિમા પ્રભુભક્તિનો છે.
યોગશાસ્ત્રમાં પ્રીતિયોગ, વચનયોગ અને અસંગયોગ અથવા પ્રીતિઅનુષ્ઠાન, ભક્તિઅનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાન ના જ * માધ્યમથી પરમાત્મા અને ગુરૂ સાથે એકતા સિદ્ધ કરવાના ઉપાયો બતાવેલ છે, આવા ઉપાયસ્વરૂપ પ્રભુભક્તિના અનેક આ માધ્યમો પૈકી મહાપૂજનો જેવા કે ‘શ્રી શાંતિસ્નાત્ર”, “શ્રી સિદ્ધચક્રમહાપૂજન”, ની જેમ “શ્રી ગૌતમસ્વામી મહાપૂજન” વિધિ જીરું જ પ્રતિએ પણ એક અનોખી સુંદર પૂજનવિધિ પ્રત છે.