________________
જહેમતપૂર્વક સમય અને જ્ઞાનનો ભોગ આપીને તેઓએ આ પૂર્તિને સંકલિત કરી છે, તેઓશ્રીના પણ અમો આભારી છીએ. પૂજ્યપાદ સંશોધકની તારક નિશ્રામાં જ આ પૂજન “ટ્રસ્ટ'ના ઉપાશ્રયમાં તા. ૯-પ-૯૩ રવિવાર ના રોજ રાજેન્દ્રભાઈ ભગુભાઈ પરિવાર તરફથી અતિ હર્ષોલ્લાસપૂર્વક ભણાવવામાં આવ્યું હતું.
મહામોહના ઘોર અંધકારભર્યા જગતમાં આજે જ્યારે પરમાર્થપ્રકાશની પ્રાપ્તિ કાજે જ્યારે પ્રભુભક્તિના અનેક માધ્યમો પૈકી વિવિધ મહાપૂજન ભણાવાઈ રહ્યા છે ત્યારે પરમાત્મભક્તિની આવી નવતર સુવ્યવસ્થિત રીતે સુસંકલિત પૂજનપ્રતિ પૂજકોના અંતરમાં શ્રદ્ધાના દીપક પ્રગટાવી રત્નત્રયીની પ્રાપ્તિ દ્વારા પરમપદની પ્રાપ્તિ માટે સહાયભૂત થાય એ જ નમ્ર પ્રાર્થના પરમકૃપાળુ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી વિરમીએ છીએ.
લિ. શ્રી ભાનુપ્રભા જૈન સેનીટોરીયમ ટ્રસ્ટ વતી ટ્રસ્ટીગણ માદલપુર રેલ્વે ગરનાળા પાસે, એલીસબ્રીજ,
અમદાવાદ - ૩૮૦૦૦૬.
વિક્રમ સંવત ૨૫૨૧વિ. સં. ૨૦૫૧ તા. ૯-૪-૯૫, રવિવાર