________________
* આંબિલ કરવાનું પણ કહ્યું છે.) ઉઘાપનમાં અગિયાર અગિયાર ચારિત્રના ઉપકરણ સાધુને આપવા. ૨ એક ગણધરની મૂર્તિની પૂજા કરવી. સંઘવાત્સલ્ય, સંઘ પૂજા કરવી. આ તપનું ફળ કેળળજ્ઞાન પ્રાપ્તિ થાય તે એક જ છે. આ તપ યતિ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. ગરણું વગેરે નીચે પ્રમાણે. (જે ગણધરનો તપ જો ચાલતો હોય તે નામનું ગરણું ગણવું)
ઉપરનો આ તપ વૈશાખ સુદિ ૧૧ થી શરૂ કરવામાં આવે છે. તે દિવસે શ્રી ગૌતમ આદિ ગણધરના દેવ વાંદે. આ તપ ૧૧ છઠ્ઠ કરીને પણ કરાય છે.
* અઠ્ઠાવીશ લબ્ધિતપ. (અં. પૂ. વિગેરે) * * એક એક લબ્ધિનું એક એક એકાસણું (અથવા એકાંતર ઉપવાસ) એમ નિરંતર અઠ્ઠાવીસ એકાસણા , . (અથવા ઉપવાસ) કરવા. દૂહો -
“લબ્ધિ અઠ્ઠાવીશ ધરી, ગુરૂ ગોયમ ગણેશ . ધ્યાવો ભાવિ શુભકરું, ત્યાગી રાગ ને રીશ ૧II.