________________
જ
( (૧૮) વાસુદેવ લબ્ધિ: આ લબ્ધિ જે સાધકે પ્રાપ્ત કરી હોય તેને આ લબ્ધિના પ્રભાવથી વાસુદેવ પદની પ્રાપ્તિ થાય, કે જ ત્રણ ખંડનું રાજય તથા ચક્ર આદિ રત્નોના ધારક હોય છે.
(૧૯) આમતાશ્રવ લબ્ધિઃ આ લબ્ધિ જે સાધકે પ્રાપ્ત કરી હોય તે લબ્ધિધારકના વચનો - દુધ - મધ - ઘી સાકર જેવા મધુર હોય. (D (૨૦) કોષ્ઠ બુદ્ધિ લબ્ધિઃ જે રીતે કોઠારમાં રાખેલુ ધાન્ય લાંબા સમય સુધી સારુ રહે છે. તેમ આ લબ્ધિધારકે ગુરુમુખે જ એ
ગ્રહણ - શ્રવણ કરેલા વચનો સ્મૃતિમાં દીર્ઘકાળ સુધી સ્થિર રહે તેને કોઇક બુદ્ધિ કહેવાય ૪ (૨૧) પદાનુસાર લબ્ધિઃ આ લબ્ધિ જે સાધકો પ્રાપ્ત કરી હોય તેને આ લબ્ધિના પ્રભાવે કોઈપણ ગ્રંથના કોઈ એક પદને એ સાંભળીને તેને અનુસરતા સર્વશ્રુતનું જ્ઞાન થાય. પદાનુસાર લબ્ધિના ત્રણ પ્રકાર છે. ® (૧) અનુશ્રોત પદાનુસારી (૨) પ્રતિશ્રોત પદાનુસારી (૩) ઉનીયશ્રીત પદાનુસાર
| (૨૨) બીજ બુદ્ધિ લબ્ધિઃપૃથ્વી પર ખેડેલા ખેતરમાં વાવેલું સારું બીજ જમીન - જળ - હવાના કારણો મળવાથી અનેક (8) - કોટિ બીજોને આપે છે તેમ જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમનો અતિશય પ્રાપ્ત થવાથી બીજભૂત એક અર્થપદને સાંભળીને તેમાં (જી) અનેક બીજવાળું સર્વશ્રત યથાર્થ જાણે તે લબ્ધિ. તીર્થકર ભગવંતના મુખથી ‘ત્રિપદી ગ્રહી ગણધર ભગવંથી દ્વાદશાંગીની રચના કરે છે.
(૨૩) તેજોલેશ્યા લબ્ધિ ક્રોધે ભરાયેલા મુનિવર પોતાના શત્રુ આદિ ધૂળ કે સૂક્ષ્મ પદાથોને પોતાના મુખમાંથી નીકળેલી રાજવાળા વડે ભસ્મસાત્ કરવા સમર્થ થાય છે. તે આ લબ્ધિના પ્રભાવે.
છે
કે