________________
ચંદ્ર - સૂર્ય - ગ્રહ - નક્ષત્ર - તારા આદિ કોઈપણ તેજસ્વી પદાર્થના તેજ કિરણોના માધ્યમથી આકાશમાં ગમન કરવાની (85) જ શક્તિને જ્યોતિરશ્મિ ચારણલબ્ધિ કહેવાય.
શરે આવી નિહારચારણ - અવશ્યાય ચારણ - મેઘ ચારણ - વારિધાર ચારણ - વાયુચારણ - મર્કટતંતુચારણ, વ્યોમચારણ, જી. િશ્રેણિચારણ, ધુમ્રચારણ એવા અનેક ચારણલબ્ધિના પેટાભેદો છે. ગણધર ગુરુ ગૌતમ સ્વામી મહારાજ આ લબ્ધિના પ્રભાવથી એ જ અષ્ટાપદ પર્વત પર સૂર્યકિરણો અવલંબી ચઢયા હતા. (S) (૧૧) આશીવિષ લબ્ધિઃ આ લબ્ધિ જે સાધકે પ્રાપ્ત કરેલ હોય તે આ લબ્ધિના પ્રભાવથી તે વચન બોલીને જેવો શ્રાપ " આપી તેવું થાય અથવા જેવો આશીર્વાદ આપે તેવું થાય.
(૧૨) કેવળજ્ઞાન લબ્ધિઃમન - ઇન્દ્રિયની સહાય વગર જે જ્ઞાન દ્વારા લોક - અલોકના ત્રણ કાળના સર્વ પદાર્થોના સર્વ ભાવ - પર્યાયો પ્રત્યક્ષ જાણવાની શક્તિ દેખવાની શક્તિ તે કેવળજ્ઞાન કહેવાય.
(૧૩) ગણધર લબ્ધિઃ આ લબ્ધિ જે સાધકે પ્રાપ્ત કરીએ તે આ લબ્ધિના પ્રભાવથી તીર્થકર ભગવંતના ગણધરનું પદ આદિ જ એ મેળવવા સમર્થ બને.
(૧૪) પૂર્વધર લબ્ધિઃ આ લબ્ધિ જે સાધકે પ્રાપ્ત કરી હોય તે આ લબ્ધિના પ્રભાવથી ચૌદપૂર્વનું જ્ઞાન મેળવી શકે.
(૧૫) અરિહંત લબ્ધિઃ આ લબ્ધિ જે સાધકે પ્રાપ્ત કરી હોય તે આ લબ્ધિના પ્રભાવથી અરિહંત પદની પ્રાપ્તિ કરી શકે. Uણ્ય (૧) ચક્રવર્તી લબ્ધિઃ આ લબ્ધિ જે સાધકે પ્રાપ્ત કરી હોય તે આ લબ્ધિના પ્રભાવથી ચક્રવર્તી પદની પ્રાપ્તિ કરી છ ખંડ. અર્ક કી ધરતીના સ્વામી અને ચૌદ રત્નોના, નવનિધિ આદિ ધારક ચક્રવર્તી થાય. * (૧૭) બલદેવ લબ્ધિઃ આ લબ્ધિ જે સાધકે પ્રાપ્ત કરી હોય તેને આ લબ્ધિના પ્રભાવથી બલદેવ પદની પ્રાપ્તિ થાય. તે વાસુદેવના વડીલબંધુ કહેવાય.