________________
અનુયોગ દ્વારસૂત્રમાં ભાવપ્રમાણ અંતર્ગત જ્ઞાન-ગુણના આગમનામ ભેદમાં જણાવેલ છે કે ગણધરોને સૂત્ર આત્માગમ હોય છે. અર્થાત્ તેઓ સૂત્રોના કર્તા છે.
પ્રત્યેક તીર્થંકરનાં પ્રત્યેક ગણધર તે તીર્થંકર દ્વારા પ્રરૂપિત વાણીનું દ્વાદશાંગીમાં સંકલન કરે છે - પોતપોતાના ગણના શ્રમણોને આગમવાચના આપે છે.
જે તીર્થંકરના જેટલા ગણધરો હોય તેટલી દ્વાદશાંગી રચાય. શ્રી આદિનાથ ભગવંતના ચોર્યાસી ગણધરો હતા તો તેમની ૮૪ દ્વાદશાંગી હતી. મહાવીર પ્રભુના અગિયાર ગણધરો હતો તેથી અગિયાર દ્વાદશાંગી હતી. સૌની ભાષા-ગૂંથણી જુદા જુદા શબ્દોમાં હોય છે, પણ અર્થથી એક જ સરખી હોય છે. તેમાં સહેજ પણ જુદાઈ - ભિન્નતા હોતી નથી.
માત્ર પ્રભુ મહાવીરના અચલભ્રાતા ગણધર અને અકંપિત તથા મેતાર્ય અને પ્રભાસ આ બબ્બે ગણધરોની દ્વાદશાંગી રચના શબ્દથી પણ ભિન્ન ન હતી. આ એક વિશેષતા છે.
અરિહંત ભગવંતો દ્વાદશાંગીને અર્થથી અને ગણધરો ગણધરો દ્વાદશાંગીને સૂત્રથી પ્રકાશે છે.
જૈન પરંપરાના આગમ તથા આગમેત્તર સાહિત્યમાં વિશ્વવંદ્ય તૈલૌક્યશ્રેષ્ઠ તીર્થંક૨૫૬ પછી ‘ગાધર’ પદને જ શ્રેષ્ઠ માનવામાં આવે છે એમ બિંદુસાર ગ્રંથમાં જણાવેલ છે.
જેમ તીર્થંકરપદ પ્રાપ્તિ માટે - તીર્થંકર નામ કર્મ ઉપાર્જન માટે, વીસસ્થાનકપદોમાંથી કોઈ એક અથવા એકથી વધુ પદની ઉત્કૃષ્ટ સાધના કરવાથી ઉપાર્જન થાય છે. તેમ ‘ગણધર’ પદ પ્રાપ્તિ માટે પણ સાધકે ઉચ્ચ કોટિની સાધના કરવી પડે છે. તીર્થંકરોના જે ગણધરો હોય છે તેઓ પોતાના પૂર્વભવમાં એક વિશિષ્ટ પ્રકારની ઉચ્ચતમ સાધનાથી ગણધર નામકર્મનું ઉપાર્જન કરી લેતા હોય છે.